'જન્મદિવસની' અનોખી ઉજવણી
નવજીવન માધ્યમિક શાળા બહેજ મુકામે તારીખ :૦૫-૦૯-૨૦૨૧ ના રોજ 'શિક્ષક દિન' નિમિત્તે સ્વ. ગુણવંતભાઈ એમ. પટેલ અને ગં.સ્વ. કલ્પનાબેનના સુપુત્ર શ્રી નિરલભાઈ, પુત્રવધુ તેજલબેન, પુત્ર મયુરભાઇ, પુત્રવધુ નેહલબેન દ્વારા નિરલભાઈના ચિરંજીવી 'ક્રિશવનો' જન્મદિવસ ઉજવવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાનાં પ્રમુખશ્રી ભીખુભાઈ આહીર, ચિંતુબા હોસ્પિટલનાં ડોક્ટર તેમજ સમાજસેવક ડો.નિરવભાઈ પટેલ, ડો.દિવ્યાંગી પટેલ, પિતાશ્રી ભુલાભાઈ પટેલ, ડો. કૃણાલભાઈ, , જનતા માધ્યમિક શાળા ખેરગામનાં પ્રમુખ અને સમાજસેવક શ્રી અરવિંદભાઈ એન. પટેલ, બહેજ હાઈસ્કૂલનાં નિવૃત્ત આચાર્ય શ્રી ચંપકભાઈ એન. પટેલ અને ગણપતભાઈ પટેલ, સદર શાળાનાં પ્રમુખશ્રી અને મંત્રીશ્રી, બહેજનાં માજી સરપંચશ્રી યોગેન્દ્રભાઈ અને કિન્નરીબેન, શાળાનાં વર્તમાન આચાર્ય શ્રી રજનીકાંતભાઈ અને ભારતીબેન, પત્રકાર જિજ્ઞેશભાઈ,બહેજ ગામના અગ્રણી શ્રી ગણેશભાઈ, કુટુંબનાં સભ્યો, શાળાનાં શિક્ષકો તેમજ ગ્રામજનોએ હાજરી આપી પુત્ર 'ક્રિશવના' જન્મદિવસને યાદગાર બનાવ્યો હતો.
નિરલ પટેલે પોતાનાં પુત્રના જન્મ દિવસને અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું. આજે સમાજમાં ઘણાં લોકો જન્મદિવસ નિમિત્તે પાર્ટી યોજી હજારો રુપિયા ખર્ચી નાખતાં હોય છે. ત્યારે પ્રવર્તમાન સમયમાં જન્મદિવસ ઉજવણી પાછળ કરાતો ખર્ચને શિક્ષણ ભૂખ્યાં જરૂરિયાતમંદ બાળકો માટે વાપરવાનું નક્કી કર્યું હતું. આવાં ઉચ્ચ વિચાર ધરાવનાર નિરલભાઈ અને તેમનાં પરિવાર દ્વારા નવજીવન માધ્યમિક શાળાનાં તમામ બાળકોને 'ગણવેશ વિતરણ' તેમજ શાળાનાં મેદાનમાં 'વૃક્ષારોપણ' કરી અનોખી રીતે ઉજવી આદિવાસી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતે પોલીટેકનિક કોલેજ ભરૂચમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. જ્યારે નાનો ભાઈ શ્રી મયુર પટેલ (R&B) બાંધકામ શાખા વિભાગ ચીખલી ખાતે ઈજનેરની ફરજ બજાવે. બન્ને ભાઈઓનો સંપ અને પ્રેમ સમાજમાં ઉદાહરણરુપ છે. માતાપિતાનાં ઉચ્ચ સંસ્કાર હોય તો જ પુત્રનો જન્મદિવસ વૃક્ષારોપણ દ્વારા ઉજવવાનું વિચારી શકે! પુત્રોનાં સેવાકીય કાર્યો જોઈ સ્વર્ગસ્થ પિતાનો આત્મા પણ ગૌરવ અનુભવતો હશે! સેવાકાર્ય પ્રવૃત્તિ થકી ચોતરફ 'માતાપિતાનું' નામ રોશન કર્યું છે.
આમ પણ નિરલ પટેલ અને મયુર પટેલ દર વર્ષે શાળાઓમાં વિદ્યાર્થીઓને સહાય કરતા જ હોય છે. કોરોના સમયમાં પણ તેઓએ અંતરાળ વિસ્તારમાં કિટ્સ વિતરણ કર્યું હતું.
0 Comments