શિક્ષક દિનના પર્વએ નિરલ પટેલની કલમે કંડારેલી કૃતિ


શિક્ષક દિન:માનવીને ચારિત્ર્યવાન-જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ

શિક્ષક દિનના પર્વએ ખેરગામના વ્યાખ્યાતાએ માહિતી આપી. 

ખેરગામ (ભવાની નગર સોસાયટી)નાં રહીશ અને ભરૂચ કે.જે. પોલીટેક્નિકના મિકેનિકલ વિભાગના વ્યાખ્યાતા શ્રી નિરલ ગુણવંતભાઈ પટેલ 

           આજના શિક્ષક દિનના પર્વ અંગે રસપ્રદ માહિતી આપી હતી. નિરલ પટેલે જણાવ્યું કે આજનો વિદ્યાર્થી અને શિક્ષક તથા સાથે સમાજ પણ શિક્ષણ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. કૌટિલ્યએ પણ શિક્ષણની વ્યાખ્યા આપતાં કહ્યું છે કે “માનવીને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તેને જ શિક્ષણ કહેવાય”. આજે શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકની સાથે શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ અને સમાજની ભુમિકા પણ મહત્વની હોય છે.

શિક્ષણને જીવનનો આધારસ્તંભ માનવામાં આવે છે ત્યારે જો આ આધારસ્તંભ માત્ર પુસ્તકિયા જ્ઞાનથી ભરેલો હશે તો એ જીવન અર્થહીન હશે, પરંતુ જો સમાજ અને શિક્ષકો તરફથી વિદ્યાર્થીઓને જીવન ઘડતર અંગેના મૂલ્યોનું પણ શિક્ષણ આપવામાં આવે તો સમાજ અને દેશ માટે ઉત્તમ નાગરિકો તૈયાર થશે.

સંસ્કાર વગરનું જીવન પાયા વગરની ઈમારત જેવું છે

માણસ પાસે ગમે એટલા ધન દોલત હોય પણ સંસ્કાર ના હોય તો જીવનમાં ગમે ત્યારે દુખી થાય જ છે.આજે આપણી ભારતીય સંસ્કૃતિ જાળવવા માટે એવી શાળાઓની જરૂર છે કે જ્યાં શિક્ષકોનું પણ માન સન્માન થાય અને વિદ્યાર્થીઓમાં પણ શિક્ષક પ્રત્યેનો આદરભાવ વધે અને શિક્ષકો તરફથી મળતા સંસ્કારોને વિદ્યાર્થીઓ હોંશે હોંશે સ્વીકારે.સંસ્કાર વગરનું જીવન પાયા વગરની ઈમારત જેવું છે 

 નિરલ જી. પટેલ

પોલીટેક્નિક કોલેજ ભરૂચ

નિરલ પટેલની કલમે લેખ વાંચો :


Post a Comment

0 Comments