પ્રો.નિરલ પટેલની કલમે

 


હાલ જ થોડા દિવસો પહેલા મારા બાળકને બાલમંદિર મૂકવા જવાનું થયું. હાલ ઘણા માતા - પીતાઓ (મોર્ડન માતા પીતા) માટે બાલમંદિર માં મારૂ બાળક જાય છે એ બીજાને કેહવુ શરમજનક લાગતું હોય છે.એટલા માટે જ અહીં લખી રહ્યો છું કે મારા દીકરાના ના ૩.૫ વર્ષ હાલ જ પૂરા થયા અને એને સરકારી બાલમંદિર મૂક્યો એ જોઈને મને પણ મારા બાળપણ ની યાદ આવી ગઈ કેવી અદભુત હતી એ દુનિયા કે જેને કોઈ શબ્દો માં વર્ણવી ના શકાય! કેવું જોરદાર હતું એ ભાર વિનાનું ભણતર  ન માત્ર ભણતર પરંતુ સાથે સાથે જીવનનું પણ ઘડતર એમ કહું તો કોઈ અતિશયોક્તિ નથી. આ જોઈને બાળપણની ઘણી યાદો તાજી થઈ અને એક પંક્તિ લખવાની ઈચ્છા થઈ જે આજે આપની સમક્ષ રજુ કરું છું.


"વર્ષો પહેલા વિતાવેલી એ નાની નાની પળો જો ને મારી આંખો સમક્ષ પાછી આવે છે, હાથમાં કાળી પાટી અને પેન  લઈને જતું બાળક મારી આંખો સમક્ષ આવે છે.


શાળામાં સફાઈ કરવા ઝાડું માટે ઝગડતા મિત્રો , શાળામાં પ્રાર્થનામાં મોડા પહોંચવાની સજા અને શિક્ષકના મારથી બોલાતો કક્કો, એકડા આજે મારી આંખો સમક્ષ આવે છે.


રિશેસના સમયે મધ્યાહન ભોજન સમયે થાળીનો પછડાટ કરી જમતા મિત્રો,માત્ર આંગળીના ઈશારામાં મિત્રતા બાંધતા મારા મિત્રો આજે મારી આંખો સમક્ષ આવે છે.


હજુ તો અડધો જ સમય ક્યાંક પસાર થાય ત્યાં તો નિશાળ છૂટવાનો ઘંટ નો રણકાર થઈ જાય છે, એ જ સરકારી શાળામાં ભણવાની શ્રેષ્ઠ પળો આજે મારી આંખો સમક્ષ આવે છે."

લેખન

# નિરલ પટેલ #

Post a Comment

0 Comments