ખેરગામ તાલુકાના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.કસનભાઈ મોરારજી મિસ્ત્રી



જન્મ:-         અવસાન :- ૨૫-૧૨-૧૯૪૨  
            ૧૯૩૦ – ૩૧ માં તેમને લડતમાં પરોક્ષ ભાગ લીધો હતો.બહારના કાર્ય કર્તાઓને ખેરગામ લઇ આવવા,તેમની સભાઓ ગોઠવવી,તેમનાં ભોજન તથા સૂવા – બેસવાની ગોઠવણ કરવી,દારૂ – તાડી અને ચાના નિષેધ માટે પ્રચાર કરવો,રેંટીયો ,કાંતવો વગેરે પ્રવુંતિઓ કરી હતી ત્યારે તેમની ઉમર ઓગણીસ વર્ષની હતી.ખેરગામ છાવણીમાંથી તેમની ધરપકડ થયેલી.તેમને ચીખલી પોલીસ લોકપમાં રાખેલા ત્યારે તેમની સાથે શ્રી મકનજી કુંવરજી દેસાઈ.શ્રી અમૃતલાલ ગોરધનદાસ ભાવસાર અને ખેરગામ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી ઓસલાભાઇ ઝીણાભાઈ હતા તેમણે ત્રણે જામીન આપવાથી ત્રણ દીઅવ્સ બાદ તેમને છોડવામાં આવેલા.શ્રી શાહ મેજિસ્ટ્રેટ હતા.શ્રી કસનભાઈ પણ પાછળથી વલસાડ છોડવામાં આવેલા.તેઓ આજીવન ખાદીધારી અને કોંગ્રેસના સભ્ય હતા.તેઓ મિસ્ત્રીકામ તેમજ ખેતી કરતા.તેમના કુટુંબીજનો – ખાસ કરીને દીકરી તથા પુત્રવધૂએ સમાજસેવા કરેલી તેમનું અવસાન તા.૧૫-૧૨-૧૯૪૨ ના રોજ થયેલું.

સ્રોત : ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ

Post a Comment

0 Comments