ખેરગામ તાલુકાના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.અમૃતલાલ ગોરધનદાસ ભાવસાર


 જન્મ:-                              અવસાન :- 

       ૩૦ વર્ષની ઉંમરે સ્વરાજ્યની લડતમાં ભાગ લીધેલો. “ સ્ત્રી સ્વરાજ્ય સંઘ ” ને મદદ કરવા તેઓ મહિલાઓ સાથે દારૂ-તાડીના પીઠા પર પિકેટીંગ કરવા ,રેંટીયો ખાદીનો પ્રચાર કરવા જતા.બારડોલીની કેટલીક બહેનો સાથે દારૂના પીઠા પર પિકેટીંગ કરવા પણ તેઓ ગયેલા.ઉપરોક્ત સંઘનું એક કેન્દ્ર ખેરગામમાં શરુ કરવામાં આવેલું.ગાંધીજીના આશ્રમમાં અંતેવાસી શ્રીમતી તારાબહેન રમણીકલાલ મોદી કેન્દ્ર સંચાલક હતા.બારડોલીની બહેનોની છાવણી પહેલા શ્રીમતી તારાબહેન મોદી ચલાવતા.તેમાં દસ બહેનો હતા.૧૯૨૧ તથા ૧૯૩૦ માં પૂજ્ય મહાત્મા ગાંધીજી ચીખલી પધારેલા ત્યારે તેમની સભાઓમાં તેઓ હાજર હતા.શ્રી અમૃતલાલ ગોરધનદાસ ભાવસારને ખેરગામથી પકડવામાં આવેલા તેમનો કેસ ચીખલી મામલતદારની કોર્ટમાં શાહ સમક્ષ ચાલેલો.છ માસની સખત સજા અને રૂપિયા ૩૦૦ નું દંડ થયેલો .તેમના પત્ની ઉજમબહેને પોલીસને કહેલું કે, હું દંડ નહી ભરું તમારે જે કરવું હોય તે કરો.એટલે પોલીસ દુકાનના બે કબાટ,કાપડના તાકા,વાસણકુસણ વગેરે જપ્તીમાં લઇ ગયેલા.શ્રીમતી ઉજમબહેન પણ તે વખતે ખાદી પહેરતા.

         તે વખતના પોલીસ સુપરીન્ટેન્ડન્ટ શ્રી આંટીઆએ જયારે અમૃતલાલ અને એમના સાથીઓને પકડી ચીખલીથી વલસાડ લઇ ગયેલા ત્યારે એમના સાથીભાઈઓ જામીન પર છુટેલા પણ અમૃતલાલે જામીન પર છૂટવા ના પાડેલી.ખેરગામ ચીખલી વલસાડના પોલીસ લોકપમાં અન્ડર ટ્રાયલ તરીકે રાખ્યા બાદ તેમને સુરત સબજેલ સાબરમતી સેન્ટ્રલ પ્રિઝન અને વિસાપુર કેમ્પ જેલમાં રાખવામાં આવેલા.તેમને સાબરમતીમાં વણાટકામ અને વિસપુરમાં બાગકામ સોપવામાં આવેલું.જેલમાં ગયા તે પહેલાં તેઓ વેપાર કરતા અને છૂટ્યા પછીથી પણ વેપાર કરે છે.જેલમાંથી છૂટ્યા બાદ ગણદેવી રહેવાનું રાખેલું.તા.૧૫-૦૮-૧૯૭૨ ના રોજ તેમને તામ્રપત્ર મળ્યું હતું.૧૯૭૨ થી તેમને પેન્શન પણ મળતું હતું.તેઓ કાયમી ખાદી પહેરતા હતા. અવસાન ક્યારે થયું તેનો કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી.

સ્રોત : ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ

Post a Comment

0 Comments