ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલિસ ફોર્સમાં ગણદેવીની આદિવાસી સમાજની દીકરીની પસંદગી.

 


તારીખ ૧૧-૧૨-૨૦૨૨નાં દિને ગણદેવી તાલુકાના કછોલી ગામે decision news ના weekly special show "મારો સમાજ, મારી ફરજ"ના એપિસોડ માટે એન્કર ડો.દિવ્યાંગી પટેલે આદિવાસી દીકરી ધર્મિષ્ઠાબેન નાયકાની મુલાકાત લીધી હતી.

       દેશના સૈન્યની એક ખુબ જ કઠિન શાખા ITBP એટલે કે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલિસ ફોર્સમાં ગુજરાતમાંથી પસંદગી પામેલ 3 પૈકીની 1 એવી દેશદાઝથી ભરેલી આદિવાસી સમાજની દિકરી ધર્મિષ્ઠા નાયકાને અભિનંદન આપવા કે જેના પિતા માછીમારી કરવા ગયેલ ત્યારે પાકિસ્તાની સૈન્ય અપહરણ કરી ગયેલ તેથી છેલ્લા 7 વર્ષોથી કોઈ અતોપતો જ નથી અને મમ્મી છૂટક મજૂરી કરે છે અને ધર્મિષ્ઠા પોતે બકરા ચરાવી ને છૂટક કામો કરવા સાથે પ્રેકટીસ કરે છે. 

દેશ રક્ષા કાજે મરી ફીટવાની તમન્ના ધરાવતી દીકરી શર્મિષ્ઠાને ખુબ ખુબ અભિનંદન.



"એક વિચાર"

આપણાં આદિવાસી સમાજની ચિંતા બીજા કરે કે ન કરે પરંતુ આપણે જ કરવી પડશે. હા , આપણાં બધાની વિચારધારા કે વિચારસરણી ભલે અલગ હોય પરંતુ  છે તો આપણે આદિવાસીના સંતાનો જ છીએ ને? ઘણીવાર અલગ વિચારધારાને કારણે મતભેદ થતાં હોય છે. આ મતભેદને કારણે સોશિયલ મીડિયામાં કે વોટ્સ એપ ગૃપમાં ટીકા ટિપ્પણી કરી એકબીજાને નીચા દેખાડવાનો પ્રયત્ન કરીએ છીએ. એમાં ને એમાં આપણી જિંદગી પૂરી થઈ જશે! જન્મથી અત્યાર સુધીનો સમય ક્યાં વહી ગયો  તે આપણને ખબર પડી ? હવે આપણે આપણાં સમાજને આગળ લાવવાનો પ્રયત્ન જરૂરથી કરવો પડશે.  આપણે ઘણીવાર પૈસાથી જ મદદ કરી શકાય તેવું નથી !કોઈને માર્ગદર્શન કે આંગળી ચીંધીને પણ મદદરૂપ થઈ શકીએ. આપણે દરેકે દરેક મારો સમાજ છે. એવું વિચારીશું તો એક દિવસ બીજા સમાજની માફક ચોક્કસ આગળ આવીશું તેમાં શંકાને સ્થાન નથી.

      




Post a Comment

0 Comments