જય જોહાર
મારી સંસ્કૃતિ મારું સ્વાભિમાન
ગઈકાલ તા.28/05/2022 ની રાત્રે ધરમપુર તાલુકા ના આંબા ગામે માવલીમાતા મંદિર, દહીંગઢ ડુંગર ની તળેટીપર આદિવાસી સંસ્કૃતિક સંમેલન નુ આયોજન કરવામાં આવ્યું હતું
જ્યાં આદીવાસી સમાજ ની સંસ્કૃતિ, બોલી,સમાજ ની અસ્મિતા ને બચાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કારણ કે આવનાર પેઢી ને વસ્તુ નો ખ્યાલ પણ ના હોઈ, અને ખાસ કરી ને ત્યાં એક જે બેનર હતું એમાં એક સંદેશ હતો કે અગાઉ આદિવાસી સમાજ ને ધોડિયા, કુકણા,વારલી, નાયકા અનેક જાતિઓમાં વહેંચીને કેટલાક કહેવાતા લોકોઓએ અલગ અલગ કરી નાખ્યા હતાં. પણ હવે મારો સમાજ સમજી ગયો છે કે આપને બધા એક છે ફક્ત અને ફક્ત આદીવાસી છે,
જ્યાં આયોજક મિત્રો ને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય પ્રમુખશ્રી પ્રદીપભાઈ ગરાસિયા સાહેબ, ધરમપુર આદિવાસી એકતા પરિષદ પ્રમુખશ્રી કમલેશ પટેલ,ધરમપુર નગરપાલિકા ઉપ પ્રમુખશ્રી નરેશભાઈ,ઉત્તમ ભાઈ ગરાસિયા,વાડ રૂઢિ ગ્રામ સભા અધ્યક્ષ ઉમેશભાઈ,ઉપાધ્યક્ષ મિન્ટેશ ભાઈ,અને આદિવાસી સમાજના કાર્યકર્તા એવા વિનોદભાઈ ભાઈના હસ્તે સંવિધાન (ભારત દેશનુ બંધારણ) આપવામાં આવ્યું હતું.
સમસ્ત આદિવાસી સમાજ
0 Comments