જામનપાડા પ્રાથમિક શાળામાં ખેરગામના નામાંકિત ડોક્ટરના મિત્રવર્તુળ દ્વારા ગરીબ અને અનાથ બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું.

 




       જામન પાડા પ્રાથમિક શાળાના બાળકોને ડૉ. નિરવ પટેલનાં સ્કૂલમિત્રો ચેતન પ્રજાપતિ, અંકિત અને ચિરાગ કે જેઓ  તન, મન અને ધનથી "માનવ સેવા એજ પ્રભુ સેવા"નાં સંકલ્પ સાથે ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિ ચલાવે છે. જેઓની ઘણા સમયથી એક પ્રબળ ઈચ્છા હતી સેવાકીય પ્રવૃત્તિ સાથે મળીને કરવી જેના ભાગ રૂપે યુવા નેતા અમિતભાઈના સહયોગથી શાળાના ગરીબ અને અનાથ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ  અને સાથે સમૂહભોજન કરાવવામાં આવ્યું.  તેમજ રાજ્ય કક્ષાએ ખેલમહાકુંભમાં ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જે કાર્યક્રમમાં ડૉ.નિરવ પટેલની ટીમના સભ્યો ઉમેશભાઈ,મિંતેશભાઈ, દયાનંદભાઈ,શિક્ષકગણ અને ગ્રામજનો ઉપસ્થિતિમાં જામનપાડા  ગામની ડુંગરી પાસે મંદિરના પટાંગણમાં હર્ષોલ્લાસ સાથે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments