ડાંગના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત થઈ રહેલ "ડેબા" ધોધ ખાતે અંકુશ પુરોહિત ફાઉન્ડેશન વ્યારા અને ડાંગી ટ્રેકર્સ ટી. આર. કામડી દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી.

 ડાંગ ના પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત થઈ રહેલ "ડેબા" ધોધ ખાતે અંકુશ પુરોહિત ફાઉન્ડેશન વ્યારા અને ડાંગી ટ્રેકર્સ ટી.આર.કામડી દ્વારા સાફ સફાઈ હાથ ધરવામાં આવી.


 તારીખ 4/09/2022 ના રોજ વઘઈ તાલુકામાં આવેલ ભાલખેત ગામે "ડેબા પાડા" ધોધ આવ્યો છે.અંદાજે 30 ફૂટ ઉપરથી પડતો ધોધ પ્રવાસીઓ ના આકર્ષણનું કેન્દ્ર બન્યું હોય. ત્યારે ખુબજ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ઘસારો જોવા મળે છે. લોકો ધોધની સુંદરતા માણવા અને તેમાં નાહવા દૂર દૂર થી આવે છે.અને પ્રાકૃતિક આનંદ માંણે છે, 

"અંકુશ પુરોહિત ફાઉન્ડેશન" જે છેલા ઘણા સમય થી આદિવાસી વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ અને અંતરિયાળ ગામોમાં તાપી, ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં જરૂરિયાત મંદોને મદદ રૂપ થવામાં ખુબ જ પ્રચલિત છે. "અંકુશ પુરોહિત ફાઉન્ડેશન" ના ફાઉન્ડર અંકુશ ભાઈ તેમજ તેમના સાથી મિત્રો અને ડાંગના તુષાર કામડી કે જેઓ ડાંગમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે ડાંગી ટ્રેકર્સ જેવી પ્રવૃત્તિ સાથે જોડાયા હોઈ.  ડાંગ ના ભાલખેત તેમજ ચિખલા ગામના બાળકો સાથે મળી. આ સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આટલી સુંદર જગ્યાની જાળવણીનું કામ દરેક પ્રકૃતિ પ્રેમીનું હોઈ છે. પરંતુ પ્લાસ્ટિક એ કુદરતની દેન નથી કુદરતનો દુશ્મન હોઈ ત્યારે આવા સુંદર જગ્યાની સુંદરતા જાળવી રાખવા આવા પ્રવાસીઓ એ જાતે સભાનતા કેળવવી જોઈયે. પ્રકૃતિ પ્રેમીના બહાને અમુક રસિયાઓ માત્ર અને માત્ર દારૂની મેહફીલ માણવા જ આવા સ્થળોએ આવે છે. અને સ્વચ્છતા બાબતે જાગૃત કરવામાં આવે તો ઊલટું આવા સમાજ સેવી લોકોને જ સલાહ આપતા હોય છે..

તુષાર કામડીનું કહેવું છે કે ; "ડાંગ ની આ સુંદરતા જે ઘણા વર્ષો થી ટકી રહી હતી. આજે એ શહેરોના કચરાના લીધે. આ સુંદરતામાં ડાઘ લાગે એમાં કોઈ નવાઈ નથી. ડાંગ એક પ્રાકૃતિક જિલ્લો હોય ડાંગની ફરતે પ્રવેશ દ્વાર પાસે ફોરેસ્ટ ચેક પોસ્ટ આવી હોઈ છે. જો ત્યાંથી જ આ પ્રવાસીઓને પ્લાસ્ટિક સાથે પ્રવેશ બંધ કરી દેવામાં આવે અથવા તો આ પ્લાસ્ટીક કોઈ પણ જગ્યાએ ફેંકવામાંના આવે એવો સંદેશો જો આપીએ તો આ પણ એક સેવાકિય પ્રવૃત્તિ જ કહેવાશે. અને પ્રવાસન તેમજ આ સુંદર ડાંગ નું જતન થશે જાણવણી થશે." આપણી પણ ફરજ છે, કે પ્લાસ્ટિક કચરો ગમે ત્યાં ન ફેંકતાં યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઈએ.



Post a Comment

0 Comments