તારીખ -૦૪-૦૯-૨૦૨૨નાં દિને બિરસા મુંડા ગૃપ ખેરગામ દ્વારા ગરીબ પરિવાર તેમજ વિધવા બહેનોને બે મહિના ચાલે તેટલું રાશન કીટ અને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું. તોરણ વેરા, પાટી, ખેરગામ( વેણ .ફ), ધેજ ગામ મળી ચાર ગામોમાં ગરીબ પરિવાર ને કીટ અને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બિરસા મુંડા ગૃપ ખેરગામ અને સમાજના આગેવાન હેમંત ભાઈ (નારણપોર), આશિષ ભાઈ ( વેણફળિયા) જીગ્નેશભાઈ ( શિક્ષક વેણ ફળિયા), કેતનભાઈ (વેણ ફળિયા), સરપંચશ્રી સુનિલભાઈ દભોડયા.(તોરણવેરા), મહેશભાઈ (પાટી), દિવ્યેશ પટેલ (ઘેજ), અને જીતુભાઈ (ઘેજ)ના આગેવાનો આગળ આવી ગરીબ પરિવારની મદદ માટે હંમેશા તત્પર રહે છે.
કોરોના કાળ દરમ્યાન પણ આ બિરસા મુંડા ગૃપ ખેરગામના સભ્યો શ્રી આશિષ પટેલ, હેમંત પટેલ અને મહેશભાઈ ગાંવિતની પ્રશંસનીય કામગીરી રહી છે. આ ગૃપનાના સભ્યો દ્વારા કોરોના કાળ દરમ્યાન ખેરગામની તમામ હોસ્પિટલોમા વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા કરી સ્થળ પર ભોજન પહોંચાડી "માનવ સેવા એજ પ્રભુ સેવા" દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.
0 Comments