આદિવાસીઓના મૂળભૂત અધિકારોના સામાજિક,આર્થિક અને ન્યાયિક રક્ષણ માટે દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે. તેમની રહેણીકહેણી,ખાન - પાનની આદતો, રિવાજો, પહેરવેશ વગેરે અન્યથી અલગ છે.
આદિવાસી સમુદાયના લોકો વિશ્વમાં ૯૦ થી વધારે દેશોમાં વસવાટ કરે છે. વિશ્વમાં આદિવાસી સમુદાયની વસ્તી ૩૭ કરોડની આસપાસ છે. જેમાં લગભગ ૫૦૦૦ જેટલા આદિવાસી સમુદાયો છે. અને તેમની પાસે લગભગ ૭૦૦૦ ભાષાઓ છે. આદિવાસી લોકોને તેમનાં અસ્તિત્વ, સંસ્કૃતિ અને સન્માન બચાવવા સતત સંઘર્ષ કરવો પડે છે.
સમગ્ર વિશ્વમાં જાતિભેદ, રંગભેદ, ઉદારીકરણ જેવા ઘણા કારણોસર આદિવાસી સમુદાયના લોકો પોતાનું અસ્તિત્વ અને સન્માન બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે.
ઝારખંડની કુલ વસ્તીના ૨૮% વસ્તી આદિવાસી સમુદાયની છે. તેમાં સાંથલ,બંજારા,ચેરો, ગોડ,હો, ખોંડ, લોહરા, માઈ, પહરિયા, મુંડા, ઓરા વગેરે ૩૨ થી વધુ આદિવાસી જૂથોનો સમાવેશ થાય છે.
આજ કારણ છે કે આદિવાસી સમાજના ઉત્થાન અને તેમની સંસ્કૃતિ અને સન્માન બચાવવા ઉપરાંત આદિવાસીઓને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
૧૯૯૪માં સૌ પ્રથમ અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારથી 9 ઓગસ્ટ સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બ્લીએ સૌપ્રથમ 1994ને સ્વદેશી લોકોનું આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું હતું. સયુંકત રાષ્ટ્ર મહાસભાએ 23મી ડિસેમ્બર1994નાં ઠરાવ દ્વારા 9 ઓગસ્ટને દર વર્ષે આંતરરાષ્ટ્રીય આદીવાસી દિવસ જાહેર કર્યો. 9 ઓગસ્ટ 1995માં સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય આદીવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો.
ગુજરાતમાં આદિવાસીની વસ્તી વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ 89 લાખ (અંદાજિત) જે ગુજરાતની કુલ વસ્તીના ૧૪.૮ ટકા થાય છે. સૌથી ઓછી આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો ભાવનગર છે. જ્યારે સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો ડાંગ છે. ડાંગ જિલ્લાની ૯૪ ટકા વસ્તી આદિવાસી સમુદાયની છે.
ડાંગ,તાપી દાહોદ, વલસાડ,નવસારી, નર્મદા જિલ્લાઓની કુલ ૫૦ ટકા વસ્તી આદિવાસી સમુદાયની છે.
ભારત દેશમાં આજે આદિવાસી સમુદાયની ૪૧૪ જાતિઓ છે.



0 Comments