ગઈકાલે ખેરગામ અને વલસાડના યુવાનો દ્વારા ખેરગામ-વલસાડ સહિત વલસાડ જિલ્લાના ખરાબ રોડને કારણે અનેક સામાન્ય લોકોને થતી આર્થિક, સામાજિક,માનસિક અને જાનમાલના નુકસાનથી થતી અગવડો બદલ વલસાડ જિલ્લા પોલીસ વિરુદ્ધ ખરાબ રોડ બનાવવા માટે જવાબદાર વ્યક્તિઓ સામે 3 દિવસમાં કાયદાકીય કાર્યવાહી કરવા માટે લેખિતમાં નાયબ જિલ્લા પોલિસ અધિક્ષક શ્રી શર્માને રજુઆત કરી હતી, જો પોલિસ આમ કરવામાં નિષ્ફ્ળ જશે તો પોલિસતંત્ર વિરુદ્ધ ફરજમાં બેદરકારી બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જો પોલિસતંત્ર જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો રોજિંદા આવજાવ કરતા રીક્ષા,બાઈક,કાર ચાલકો જેવા અનેક ત્રાહિત લોકો સાથે અમે રોડ પર પણ ઉતરતા અચકાઈશું નહીં. એવું ડૉ.નિરવ પટેલે જણાવ્યું હતું.
0 Comments