જય જોહાર
આજરોજ.21/08/2022 ના દિને સુરખાઈ ખાતે 13 મી સપ્ટેમ્બર અધિકાર દિવસ ના આયોજનના ભાગ રૂપે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય ડૉ.પ્રદીપ ગરાસિયા સાહેબની અઘ્યક્ષસ્થાને શ્રી જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું
જ્યાં 13 મી સપ્ટેમ્બર અધિકાર દિવસની ઉજવણી કઈ રીતે કરવી,અને સમાજને લગતા અનેક મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામાં આવી.જેમાં સમાજને કઈ રીતે આગળ લઈ જવુ, આપણા સમાજના અનેક દક્ષિણ ગુજરાતના આગેવાનો હાજર રહ્યા હતાં.
જ્યાં ધરમપુરથી આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશભાઈ પટેલ, ખારવેલ ગામના સરપંચશ્રી રાજેશ પટેલ અને સુજ્ઞેશ વાઢું હાજર રહ્યા હતાં
0 Comments