કાંટસવેલના નિ:સહાય વૃદ્ધાને આર્થિક મદદ કરી ખેરગામના પ્રો. નિરલ જી. પટેલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો.

 



ખેરગામના સેવાભાવી પ્રોફેસર નિરલ ગુણવંતભાઈ પટેલ અને તેમનાં પરિવારના સભ્યોએ પોતાનો જન્મદિવસ  જરૂરિયાતમંદો / શાળાના બાળકોને મદદરૂપ થઈને ઉજવવાનો ચીલો પાડ્યો છે. જે  અન્વયે એમણે ડો. નિરવ પટેલની સાથે મળીને કાંટસવેલ ગામે ડુંગરી ફળિયામાં એકલા અટુલા રહેતા વૃદ્ધ માજી મંજુલાબેન સુભાનભાઈ પટેલનું ઘર ભરવરસાદમાં તૂટી પડતા એકાએક નિરાધાર બનતા આશરે એક મહિના ચાલે એટલું અનાજ-કરિયાણું અને જીજ્ઞેશ પટેલ દ્વારા લોકોના સહયોગથી મોટી ધનરાશી અને કપડાંલત્તાની વ્યવસ્થા કરી હતી.




ખેરગામના યુવા આદિવાસી સામાજિક આગેવાન ડો. નિરવ ભુલાભાઇ પટેલ ડો. દિવ્યાંગી પટેલ, આર્મીમેન મુકેશભાઈ, કીર્તિ પટેલ, કાર્તિક, કૃણાલ, મયુર, હિરેન અને કાંટ્સવેલ ગામના સ્થાનિક યુવાનો દ્વારા વરસતા વરસાદમાં અસરગ્રસ્ત વયોવૃદ્ધ મહિલાને મદદ કરી આદિવાસી સમાજમાં માનવતા મહેકાવી. 

જય જોહાર........

 પ્રો. નિરલ પટેલને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 



Post a Comment

0 Comments