ધરમપુર બામટી (લાલ ડુંગરી) ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય લોકડાયરાનુ આયોજન કરવામાં આવ્યું. જેમાં જૂનાગઢ જિલ્લાના કલાકાર અને સંવિધાનના જાણકાર શાસક વિશન કાથડે તેમની મધૂર વાણીથી લોકોને ડોલાવી દીધા હતા.
સંગીતની તાલે બાબાસાહેબનુ જીવન ચરિત્ર અને સંવિધાનનુ ડાયરા રસિકોને રસપાન કરાવ્યું. આ કાર્યક્રમમાં સ્વેચ્છાએ હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કલ્પેશભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ અને આયોજક નિલેશભાઈ નિકુળિયા ટીમને અભિનંદન આપવા ઘટે.
આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના લોકલાડીલા નેતા અનંતભાઇ પટેલ, કમલેશભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ, છાંયડા હોસ્પિટલના ડો.નિરવભાઈ પટેલ,
ખેરગામ વિસ્તારનાં સામાજિક કાર્યકર આશિષભાઈ પટેલ, કિર્તીભાઇ પટેલ, જયેશભાઇ પટેલ (lic), જગદિશભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ પટેલ, મહેશભાઈ પટેલ (પાટી) તેમજ આજુબાજુના વિસ્તારનાં સરપંચશ્રીઓ, સામાજિક કાર્યકરો અને પ્રજાજનોએ ભાગ લીધો હતો.
આ ડાયરામાં ૫૫૦૦૦થી વધુ કિંમતના ભારતીય સંવિધાન અને આદિવાસી ઉદ્ધારક નાયકો વિશેનું સાહિત્ય, અને સમાજને જાગૃત કરતાં સાહિત્યનું વેચાણ થયેલ હોવાનું જાણવા મળેલ છે.
0 Comments