બાબા સાહેબ આંબેડકરનો જન્મ ગામે તા -૧૪મી એપ્રિલ ૧૮૯૧ નાં રોજ મધ્યપ્રદેશના મહુ "મહાર" નામની અસ્પૃશ્ય ગણાતી જાતિમાં થયો હતો.
પિતાનું નામ રામજી મલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું.તેમના પિતા સૂબેદાર હતા. તેમની માતા તેઓ છ વર્ષના હતા ત્યારે મૃત્યુ પામ્યા હતા. માતા તરીકેની ફરજ તેમનાં પિતાએ નિભાવી હતી. તેમની માતાના નામ ઉપરથી બાબા સાહેબ 'ભીમરાવ' તરીકે ઓળખાયા. ભીમરાવની અટક સકપાલ હતી પણ રત્નાગિરિ જિલ્લાના આંબવડે ગામના નામ પરથી એમના કુળે ' આંબવડેકર ' અટક સ્વીકારી હતી. આંબેડકર નામનાં એક બ્રાહ્મણ એમની શાળામાં શિક્ષક હતા. એ શિક્ષક ખૂબ પ્રેમાળ હતા. ભીમરાવને પોતાની પાસે બેસાડી જમાડતા હતા. એ શિક્ષકે ' આંબવડે ' શબ્દનો અર્થ સારો ન હોવાથી , ભીમરાવની અટક બદલીને 'આંબેડકર' કરી હતી અને શાળામાં પણ એ પ્રમાણે નોંધાવી હતી.
બાબા સાહેબ આંબેડકરનું બાળપણ શાપિત હતું.શાળા જીવનથી જ છૂત- અછૂતનાં કડવા ઘૂટડાં પીધા હતા. એમનું જીવન ગરીબીમાં વીત્યું હતું. બાળપણથી જ ભણવાની ધગશનાં કારણે આજે કોઈ નેતા પાસે એમના જેટલી ડીગ્રીઓ નથી.
૧૯૦૭માં ભીમરાવના લગ્ન રમાબાઈ નવ વર્ષના હતા ત્યારે થયા હતા. તે વખતે બાબા સાહેબ ૧૦મું ધોરણ પાસ કરી લીધું હતું.
રમાબાઇ ૧૨મી ડિસેમ્બર ૧૯૧૨નાં રોજ માતા બન્યા અને તેના પુત્રનું નામ યશવંત રાખ્યું હતું. ત્યાર પછીના ચાર સંતાનો ગરીબીના કારણે સારવાર ન થઈ શકવાને કારણે મૃત્યુ પામ્યા હતાં. એ સમય દરમ્યાન બાબા સાહેબ વિદેશમાં વધુ અભ્યાસ માટે ગયા હતા.
બાબા સાહેબનો પુસ્તક પ્રેમ ગજબનો હતો.તેઓ વાંચન પાછળ વધારે મા વધારે સમય ગાળતા. બાબા સાહેબના વિચારોમાં વિશાળતા ઊંડાણ,અને વૈવિધ્ય હતાં.એમણે અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર,માનસશાસ્ત્રી,ધર્મશાસ્ત્ર, તત્વજ્ઞાન, વ્યવસ્થાપન, રાજનીતિ એમ અનેક વિષયોના પુસ્તકોનું વાચન અને મનન કર્યું હતું.
બાબા સાહેબના અંગત પુસ્તકલયમાં આશરે ૩૬ હજાર પુસ્તકો હતાં. જગતના દુર્લભ ગ્રંથો એમની પાસે હતા. બાબા સાહેબ પત્ની કરતાં ગ્રંથોને વધુ ચાહતા હતા. તેઓ આજીવન વિદ્યાર્થી રહ્યા. વાંચવા બેસે ત્યારે તે ભૂખ તરસને ભૂલી જતા હતા.તેઓ વિદેશ જતા ત્યારે ત્યાંથી પુસ્તકો ખરીદી લાવતા હતા. મહારાષ્ટ્રના કોલ્હાપુરનાં રાજા સાહુ મહારાજે આંબેડકરને અસ્પૃશ્ય સમાજની સેવા માટે સમાચારપત્ર પ્રકટ કરવાની પ્રેરણા આપી હતી. તેથી જાન્યુઆરી ૧૯૨૦ના રોજ આંબેડકરે ' મૂળનાયક' નામનું પાક્ષિક શરૂ કર્યું.
અસ્પૃશ્યતા - નિવારણનું કાર્ય મુશ્કેલ હતું.માત્ર સમાજની નહિ પણ નેતાગીરી કરનારાઓની માનસિકતા પણ વિચિત્ર હતી. મુંબઈમાં મળેલી અસ્પૃશ્યતા - નિવારણ પરિષદમાં લોકમાન્ય તિલકે ઘોષણા કરી, " જો ભગવાન પોતે અસ્પૃશ્યતામાં માનતો હશે, તો તેવા ભગવાનને માનવા તૈયાર નથી." પણ આંબેડકરે ખર્ચ સાથે ' મૂકનાયક ' સમાચાર પત્રની જાહેરાત છાપવા મોકલી. ટિળકે તે છાપવાનો ઇન્કાર કર્યો. આવી હતી અસ્પૃશ્યતા નિવારણ કરનારાઓની નેતાગીરી!
આજે આપણને જે અધિકારો મળ્યા છે તે બાબાસાહેબ આંબેડકરનાં આજીવન બલિદાનના કારણે છે. તેમણે જે સહન કર્યું છે તે આપણે સહન ન કરવું પડે તેના માટે તેમણે બંધારણની રચના કરી, તેમાં સ્ત્રી, પુરુષોના સમાન હકો માટે નિયમો બનાવ્યા. સ્ત્રીઓને પુરુષ સમોવડી બનવાના અધિકારો બાબા સાહેબને કારણે મળ્યા. હવે સમય આવી ગયો છે કે દરેક વ્યક્તિએ આપણા દેશના બંધારણ વિશે જાણકારી મેળવવાની ખાસ જરૂર છે. દરેક
શાળામાં ભણતાં બાળકોને બંધારણની જાણકારી આપવા માટે વલસાડ જિલ્લાના ધરમપુરનાં મોટી ઢોલ ડુંગરી ગ્રામપંચાતમાં ઠરાવ પસાર કરી શાળામાં 'ભારતીય બંધારણ ' શિક્ષણ આપવાની શુભ શરુઆત થઈ ચૂકી છે. જો રાજ્યની તમામ ગ્રામ પંચાયતો જો આ ગ્રામપંચાયતો બોધપાઠ લે તો આવનારા સમયમાં ઉત્તમ નાગરિકો દેશને આપી શકે છે.
સ્રોત : બાબાસાહેબ આંબેડકર જીવનચરિત્ર શ્રેણી
0 Comments