તારીખ: ૧૧/૦૪/૨૦૨૨ના દિને ૫:૩૦ કલાકે ખેરગામ બિરસા મુંડા સર્કલ પાસે શાસક વિશન કાથડેનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ જન્મ જયંતી નિમિત્તે ભારતીય બંધારણની જનજાગૃતિ માટે માટે શાસક વિશન કાથડ ધરમપુરમાં જનાર હોય સામાજિક યુવા કાર્યકરો આશિષભાઈ પટેલ, ડો.નિરવભાઈ પટેલ અને કિર્તીભાઇ પટેલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
         જેમાં ખેરગામ ગામનાં  જનતા માધ્યમિક મંડળનાં પ્રમુખ અને સામાજિક કાર્યકર અરવિંદભાઈ એન પટેલ, જયેશભાઇ પટેલ (lic), જગદીશભાઈ પટેલ (યુવા નેતા)  તોરણવેરાનાં  સરપંચશ્રી,ખેરગામ ગામનાં સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલ, વેણ ફળિયાનાં તમામ યુવાનો, તેમજ આજુબાજુના ગામોમાંથી પધારેલા નામી અનામી કાર્યકર યુવાનો હાજર રહી  આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમયનું યોગદાન આપ્યું હતું.
  ત્યાર બાદ બિરસા મુંડા સર્કલ પર પ્રથમ આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ખેરગામ દશેરા ટેકરી સુધી બાઈક રેલીનું આયોજન કરી દશેરા ટેકરી પર મહાત્મા ગાંધીની પ્રતિમાને  અને નાંધઈ સર્કલ પર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
 
0 Comments