આ કાર્યક્રમમાં જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવનનાંના ફાઉન્ડર અને પ્રમુખશ્રી રાજુભાઈ, આદિવાસી સમાજ સાથે સીધી રીતે અને નિકટતાથી સંકળાયેલા અગ્રગણ્ય આગેવાન શ્રી ડૉ. પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ની શુભ શરૂઆત કરવામાં આવી હતી. તેમજ આ કાર્યક્રમમાં દિલીપભાઇ ગામીત સાહેબ, DGVCL કર્મચારી યુનિયનનાં જનરલ સેક્રેટરી કેવલસિંહ તાવિયાડ સાહેબ, સુરત વિજિલન્સનાં SE જી. બી.પટેલ સાહેબ, વલસાડ વિજિલન્સનાં SE એમ.એમ.પટેલ સાહેબ DGVCL સર્કલ સેક્રેટરી અને આદિવાસી સમાજના ઉત્સાહી, યુવાનોનાં ભાવિ માટે સતત પ્રયત્નશીલ શુભચિંતક યુવા લીડર શ્રી આશિષભાઈ પટેલ, તેમજ મોટી સંખ્યામાં વીજ કંપનીના કર્મચારીઓ તેમજ ક્લાસિસમાં જોડાનાર વિધાર્થીઓ હાજર રહ્યા હતા.
ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળ અને જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવનનાં પ્રમુખશ્રી રાજુભાઈ પટેલના સાથ સહકાર દ્વારા વર્ષ ૨૦૧૫થી તાલીમ વર્ગની શરુઆત વર્ષ થઇ હતી.તે સમયે ૪૫ની આસપાસ વિધાર્થીઓ જોડાયા હતાં. વર્ષ ૨૦૧૮માં ૪૫૦ની આસપાસ ઓફલાઈન તાલીમ વર્ગમાં તાલીમ લઇને ૩૭૫ની આસપાસ ભાઈઓને જોબ મળી હતી. જ્યારે કોરોના કાળ દરમ્યાન ૨૦૨૦-૨૦૨૧ દરમ્યાન ઓનલાઇન ક્લાસીસમાં જોડાઈ ને ૨૫૦ ની આસપાસ જોબ મળી હતી. વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં ૫૦૩ વિધાર્થીઓ તાલીમ વર્ગમાં જોડાયેલ છે.
અગાઉનાં વર્ષમાં તાલીમ વર્ગમાં તાલીમ લઇને નોકરીમાં જોડાયેલ કર્મચારીઓનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો, જેમાં ૪૦થી ૫૦ કર્મચારીઓ હાજર રહ્યા હતા.
0 Comments