તા:૦૨/૦૪/૨૦૨૨નાં રોજ મોટી ઢોલડુંગરી ગામે રાત્રિ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું .

 તા.૦૨/૦૪/૨૦૨૨ ની રાત્રે
ભગવાન બાબા સાહેબની પૂજા કરીને વોલીબોલ ટુર્નામેન્ટ ની શરૂઆત કરવામાં આવી.
 નાની ઢોલ ડુંગરી તાલુકા પંચાયત સીટમાં આવતા ગામો રાજપુરી તલાટ, વિરવલ, મરઘમાળ, નાની ઢોલડુંગરી, મોટીઢોલ ડુંગરી ગામોની વોલીબોલ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં  5 ગામોની 18 ટીમો એ ભાગ લીધો હતો.
પ્રથમ નંબર વિજેતા ટીમ રાજપુરી-તલાટ (ગરાસિયા મહાલ્લો ) રહી હતી.જેમને 2111/- રૂપિયા અને ટ્રોફી મુન્નાભાઈના હસ્તે આપવામાં આવી હતી.
અને  રનર્સઅપ ટીમ રાજપુરી-તલાટ પટેલ ફળિયાને 1111/- રૂપિયા અને ટ્રોફી મુન્નાભાઈને હસ્તે આપવામાં આવી હતી.
અને સાથે યુવાનોને કહેવામાં આવ્યું કે હવે પછી ટ્રોફીની જગ્યાએ ભગવાન બાબા સાહેબ અને ક્રાંતિકારી બિરસામુંડાની  મૂર્તિઓ આપવામાં આવશે. જેથી યુવાનોમા એક નવી સ્ફૂર્તિ  જન્મે.
       ધરમપુર આદીવાસી એકતા પરિષદ પ્રમુખશ્રી કમલેશ પટેલ,સરપંચ સંઘના પ્રમુખશ્રી રાજેશ પટેલ,વિરવલ  સરપંચશ્રી પ્રતીકભાઈ, મરઘમાળ સરપંચશ્રી રજનીકાંત પટેલ, નાની ઢોલડુંગરી ગામના સરપંચશ્રી યોગેશ પટેલ, રાજપુરી તલાટ સરપંચશ્રી પ્રફુલભાઇ ભાઈ, કુલદીપ ગરાસિયા કોન્ટ્રાક્ટર ધરમપુર, પાર્થ પટેલ બામટી કોન્ટ્રાક્ટર, ઉપેન્દ્ર પટેલ રાજપુરી તલાટ હાજર રહ્યા હતા,
નોંધ-આ ટુર્નામેન્ટમાં ભાગ લેતી તમામ ટીમ પાસે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
આયોજન કરવા માટે સહકાર આપવા બદલ તમામ  યુવા મિત્રોનો ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો.
સ્રોત : વોટ્સ એપ ગ્રુપ

Post a Comment

0 Comments