૬ ડિસેમ્બર ડો બાબાસાહેબ આંબેડકર મહાપરિનિર્વાણ દિવસ.
ડો બાબાસાહેબ આંબેડકર તેમના દિલ્લીસ્થિતિ નિવાસસ્થાને ૬ ડિસેમ્બર , ૧૯૫૬ના વહેલી સવારે દેહ છોડયો. જીવનની છેલ્લી રાત્રે તેઓએ " ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ" પુસ્તકના અંતિમ પ્રકરણ જોઈ પુસ્તક પૂર્ણ કર્યું. પછી તેઓ અનંતની યાત્રાએ પોઢ્યા.
હજારો મહિલાઓ, શોષિતો, પિડિતો, વંચિતો, કામદારો નાં પિતા એવા ડો બાબાસાહેબ આંબેડકર ને છેલ્લીવાર જોવા, અંતિમ દર્શન કરવા લાખો લોકો અંતિમ યાત્રામાં જોડાયા. ૭ ડિસેમ્બર, ૧૯૫૬ ની સાંજે દાદર ચોપાટી ખાતે તેમની અંતિમક્રિયા કરવામાં આવી. આ નૂતન ભારતના યુગપ્રવર્તક વિશ્વભરના મહાનુભાવો એ શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
ડો બાબાસાહેબ આંબેડકર ને સને ૧૯૯૧ માં મરણોત્તર ભારતરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
હોવાનો હુંકાર હતો એ.
યુગનો ચમત્કાર હતો એ,
બંધારણ ઘડનાર હતો એ ,
યુગનો સર્જનહાર હતો એ.
સ્રોત :કિર્તી પટેલ ફેસબૂક પોસ્ટ


0 Comments