તારીખ 04-12-2022નાં દિને પાણીખડક સર્કલ પાસે ભારતમાતાના મહાન સપૂત ક્રાંતિસૂર્ય "તાંત્યા મામાં ભીલ" ને ફૂલહાર તથા મીણબત્તી સળગાવી પૂરા માન-સન્માન સાથે શ્રધ્ધાંજલી આપવામાં આવી, જેમાં આજુબાજુના વિસ્તારના લોકો સ્વૈચ્છિક રીતે જોડાયા હતા.
પ્રશાસનના આદેશ અનુસાર વધારે ભીડ ભેગી ન થવા માટે અનુરોધ કર્યો હતો. જેના માનમાં લોકોએ પણ સહકાર આપી વધારે ભીડ ન કરી એકલદોકલ ભેગા મળી પ્રશાસનની અનુરોધની ગરિમા જાળવી હતી. સોશ્યલ મીડિયાનાં અહેવાલ અનુસાર છૂટાછવાયા લોકો દ્વારા શ્રદ્ધાંજલિ આપ્યાનો આંકડો નાનોસૂનો નથી!
આ કાર્યક્રમમાં દેશદાઝ અને દેશભકિત ધરાવતા આદિવાસી સમાજનાં લોકો જોડાયા હતાં. જેમાં આજના દિવસે ભેગા થયેલાં લોકો દ્વારા આદિવાસી સમાજના આઝાદીના ક્રાંતીવીરોનો ભૂલાયેલો ઈતિહાસ જીવંત રાખવાનો સફળ પ્રયત્ન કહી શકાય. કારણ કે અહીં ભેગા થયેલાં તમામ લોકો સ્વૈચ્છિક જોડાયા હતાં.
જય જોહાર
.jpeg)


0 Comments