ખેરગામ : તારીખ:૨૫-૧૨-૨૦૨૨નાં દિને ધરમપુર તાલુકાના ભેંસધરા ગામે ઓર્થોપેડિક ડો.તરલ પટેલના ઘરે કંઈક અલગ જ હટકે પ્રસંગમાં જવાનું થયું.તમે નાના છોકરાઓ અને યુવાનોના birthday celebration ના તો ઢગલાબંધ photos and videos જોયા હશે.પરંતુ આજે અમે જોઈ 105 વર્ષના યુવાન દાદીમાના જન્મદિવસની ઉજવણી.સ્થળ પર પહોંચ્યા અને જોયું તો ચોંકી ગયા કે મંડપ પણ સજાવેલો.પછી દાદી આવ્યા એકદમ કડક અને મજબૂત.આખો પરિવાર વર્ષોથી શિક્ષિત અને એકદમ સંસ્કારી.દાદીના જન્મદિવસ પર >1500 માણસોને સવારે જમાડ્યા અને >1500 કરતા વધારે સાંજે જમાડવાના.આ અનોખા "માતૃવંદના" કાર્યક્રમ નિહાળી ખુબ જ આનંદ થયો અને પરિવારના સભ્યોનો પ્રેમ જોઈ અન્ય સ્થળોએ પણ કાર્યક્રમો હોવાથી વ્યસ્ત schedule માં 10 મિનિટ રોકાવાની ગણતરી સાથે ગયેલ હોવા છતાં પરિવારના સભ્યોની ભાવભીની આગતાસ્વાગતા જોઈ 2 કલાક રોકાવાનું થયું. આ પરિવારની આટલી પ્રગતિનું સાચું કારણ પણ ઘરના વડીલોની કરેલી સેવાથકી મળેલ આશીર્વાદ છે.આજના જમાનામાં તો 60-65 વર્ષના માંબાપને પણ ઘણા લોકો માથા પરનો બોજ સમજતા હોય છે ત્યારે આ સમગ્ર પરિવાર અનેક લોકો માટે સાચા અર્થમાં ઉદાહરણરૂપ બન્યો છે તે બદલ હાર્દિક અભિનંદન પાઠવું છું.
લેખ : ડૉ. નિરવ પટેલ

0 Comments