ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલ પટેલ
શ્રી એમ.પી.ચૌધરી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જિ. નવસારી તેઓ તારીખ ૩૦-૦૯-૨૦૨૨નાં રોજ વયનિવૃત્ત થયેલ હોય તેમનો વિદાય સન્માન સમારોહ ખેરગામ તાલુકા ઘટક શિક્ષક સંઘ અને તાલુકાના તમામ શિક્ષકો દ્વારા તારીખ ૦૬-૧૦-૨૦૨૨નાં ગુરુવારે ખેરગામ કુમાર શાળા ખાતે રાખવામાં આવ્યો હતો.
શ્રી એમ.પી. ચૌધરી સાહેબ ખેરગામ તાલુકામાં 6 માસ જેટલા સમય માટે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી હતી. અને તાલુકાના તમામ શિક્ષકોના વહીવટી પ્રશ્નો હલ કરી શિક્ષકોના દિલ જીતી લીધા હતા. નવસારી જિલ્લાના નવસારી,જલાલપોર, ગણદેવી અને ચીખલી તાલુકામાં પણ સાહેબશ્રીનો અગાઉનાં દિવસોમાં વિદાય સમારંભ યોજાયો હતો. શિક્ષકોની સાહેબ પ્રત્યેની લાગણી અને સાહેબનો શિક્ષકો પ્રત્યે આદર સત્કારની ભાવનાને કારણે શિક્ષકોએ કદર સ્વરૂપે સમગ્ર જિલ્લાના તાલુકાઓએ આ કાર્યક્રમ કર્યો હતો. ખેરગામ તાલુકાના પ્રાથમિક સંઘ અને તાલુકાના શિક્ષકોએ પણ સાહેબશ્રીનો વિદાય સમારંભ યોજી સાહેબનું બહુમાન કર્યું હતું. જેમાં ખેરગામ તાલુકાનાં સંઘનાં પ્રમુખ શ્રી દિવ્યેશ કુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તથા સાથી હોદ્દેદારો, તાલુકા પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, શિક્ષક સંઘના માજી પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, ખેરગામ તાલુકાના કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, મહેન્દ્રસિંહ રાઠોડ નિવૃત્ત તાલુકા પ્રા.શિક્ષણાધિકારી ચીખલી, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી વિમલભાઈ ઝેડ. પટેલ, માજી તાલુકા શિક્ષક સંઘ પ્રમુખ હરીશભાઈ નાયક, ખેરગામ બી.આર.સી શ્રી અમ્રતભાઈ પટેલ, ખેરગામ તાલુકાના તમામ સી.આર.સીઓ, કેન્દ્રશિક્ષકો આચાર્યશ્રીઓ અને શિક્ષકો જોડાયા હતા.
0 Comments