તારીખ ૨૪-૧૦-૨૦૨૨નાં સોમવારનાં મળસ્કે સમય ૧-૩૦ થી ૩-૦૦ વાગ્યાની આસપાસ ભસ્તા ફળિયા પ્રાથમિક શાળાના શિક્ષક અને ભવાની નગર સોસાયટી ખેરગામના રહીશ હર્ષદભાઈ અને હંસાબેનના ઘરે ચોરી થઈ હતી. હર્ષદભાઈનાં જણાવ્યા અનુસાર અંદાજિત એકાદ લાખની આસપાસ માલમત્તાની ચોરી થઈ હતી. કબાટના લોકને ભારે હથિયાર વડે તોડી નાખવામાં આવ્યું હતું. જ્યારે તમામ ફાઈલો અને કિંમતી ડોક્યુમેન્ટ બેડ પર વેરવિખેર કરી નાંખ્યાં હતાં. દિવાળીના તહેવારમાં તારીખ-૨૩-૧૦-૨૦૨૨નાં રોજ વતન ગયા હોય તેનો લાભ ચોરટાઓ ઉઠાવી ગયા હતા. જ્યારે બપોરે હર્ષદભાઈની પુત્રી ઘરે આવી ત્યારે તાળું તૂટેલી હાલતમાં જોયું ત્યારે ફોન કરી તેમનાં પિતાને બોલાવ્યા અને ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. ખેરગામના પી.એસ.આઈ.શ્રી જે.વી. ચાવડા સાહેબે ઘટના સ્થળની મુલાકાત કરી તપાસ માટે તજવીજ હાથ ધરી છે. દિવાળીના તહેવારોમાં વતન જતાં કર્મચારીઓને તેમનો કિંમતી સામાન સાથે લઈ જવાની સાહેબે સલાહ આપી હતી.



0 Comments