Image : Wikipedia
પશ્ચિમ આફ્રિકાના વિશ્વ પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી 27 વર્ષીય "સાદિયો માને સેનેગલ"
દર અઠવાડિયે 1 કરોડ 40 લાખ( ભારતીય રૂપિયામાં થાય) કમાણી કરે છે,
તે ઘણી જગ્યાએ તૂટેલા ફોન સાથે જોવા મળ્યો .
એક ઈન્ટરવ્યુમાં તેને તૂટેલા ફોન વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે હું તેને સરખો કરાવી દઈશ,
તેને પૂછવામાં આવ્યું કે નવો ફોન કેમ નથી ખરીદી લેતા?
તેણે કહ્યું કે
હું આવા હજાર ફોન, 10 ફેરારી કાર ,
2 જેટ પ્લેન ખરીદી શકું છું.
ડાયમંડ મઢેલી ઘડિયાળો ખરીદી શકું છું ,
પણ મારે આ બધાની શી જરૂર છે?
મેં ગરીબી જોઈ છે,
હું ભણી શક્યો નહોતો,
એટલે આજે મેં શાળાઓ બનાવી છે
જેથી લોકો ભણી શકે,
મારી પાસે ચંપલ નહોતા,
હું બુટ વિના રમતો હતો,
મારી પાસે પહેરવા સારા કપડાં નહોતા,
મારી પાસે ખાવાનું નહોતું.
આજે મારી પાસે ઘણું બધું છે ...
તે બતાવવાને બદલે,
હું તેને સમાજનાં લોકો સાથે વહેંચવા માંગુ છું...
અભાવોમાં જીવેલો, ભણી નહીં શકેલો એક ખેલાડી જો આટલો જાગૃત હોય તો શિક્ષિત વર્ગ ના લોકો તો કેટલા જાગૃત હોવા જોઈએ!

0 Comments