તા.15/07/2022નાં રોજ વાંસદા તાલુકાના રૂપવેલ ગામના તયાવાડી ફળીયાના એક નિરાધાર બહેનનુ ઘર તૂટી ગયેલ હોઈ જે બાબતની જાણ સામાજિક કાર્યકર અને રૂપવેલ સરપંચશ્રી નિતેશભાઈ દ્વારા સામાજિક આગેવાનોને કરવામાં આવી હતી.
જ્યાં સંદેશો મળતાની સાથે સત્વરે ચિંતુંબાનો છાંયડો હોસ્પિટલના સંચાલક ડૉ.નીરવ પટેલ,ડૉ.દિવ્યાંગી પટેલ,ડૉ કૃણાલ પટેલ અને એમની ટીમ સાથે સ્થળ પર પહોંચી 1 મહિનો ચાલે એટલું અનાજ અને જીવન જરૂરી સામાન આપવામાં આવ્યો અને સાથે ધરમપુર થી નીલમ ભાઈ દ્વારા આપવામા આવેલ તાડપત્રી આપવામાં આવી.
જ્યાં સમસ્ત આદીવાસી સમાજ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ગરાસિયા,ધરમપુર આદિવાસી એકતા પરિસદ કમલેશ પટેલ, ધરમપુર તાલુકા પંચાયત સભ્ય કલ્પેશભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ,ડૉ.અમિત પટેલ જામનપાડા,કુલદીપભાઈ,કીર્તિ ભાઈ,મિન્ટેશભાઈ,કૃણાલ ભાઈ,રોહિતભાઈ,મુકેશ ભાઈ, જીતેશભાઇ,મયુરભાઈ,હિતેશભાઈ વગેરે સ્થળ પર હાજર રહી અસરગ્રસ્ત વૃદ્ધાને મદદે આવ્યા હતા.
આ કપરા કાળ સમયે માજીના દિલમાંથી જે દુઆ નીકળી હશે તે કદાચ લાખો રૂપિયા કરતાં વિશેષ હશે.









0 Comments