વલસાડ જિલ્લામાં પ્રથમ આવેલ અને ખેરગામનું નામ રોશન કરનાર પહાડ ફળિયા પ્રાથમિક શાળા ખેરગામની વિદ્યાર્થિની ખુશ્બૂબેનનું ખેરગામ તાલુકાના યુવા આદિવાસીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું,

 



જય જોહાર

30/6/22ના રોજ ખેરગામ તાલુકાના વેણ ફળીયા ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી વધુ અભ્યાસઅર્થે કપરાડા જઈ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાંમાં વલસાડ જિલ્લામાં પ્રથમ આવી ખેરગામનું નામ રોશન કરનાર વિદ્યાર્થિની ખુશ્બૂબેન રાજેશભાઈ પટેલને ખેરગામ તાલુકાના યુવા આદિવાસીઓ દ્વારા ડૉ.નિરવ પટેલની અધ્યક્ષતામાં સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં દીકરી ખુશ્બુનું સન્માન કરવામાં આવ્યું.ધોરણ 1-5 ના વિદ્યાર્થીઓ માટે હું મારા ગામ ખેરગામને આદર્શ ગામડું બનાવવા શું કરી શકું!!"એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વકૃત્વ સ્પર્ધામા ભાગ લેનાર નાના બિરસાઓને સન્માન પત્ર આપવામાં આવ્યું.

જિલ્લામાં પ્રથમ આવનાર ખુશ્બૂબેનને છાંયડો હોસ્પિટલ ના સંચાલક ડૉ. નિરવ પટેલ દ્વારા સાલ ઓઢાડી સન્માન પત્ર આપી અને ભારત દેશનું બંધારણ બુક આપવામાં આવી.

સાથે પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી બબીતાબેન,ધર્મેશભાઈ પટેલ અને હસમુખભાઈ પટેલને પણ સંયુક્ત રીતે બંધારણની બુક આપવામાં આવી. અને સમય મળ્યે બાળકો ને બંધારણ વિશે ની માહીતી આપશો ની વાત કરવામાં આવી.અને ત્યાર બાદ શાળામાં અમૃતવન વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

જ્યાં શાળાના શિક્ષક મિત્રો, સામાજિક આગેવાનો કીર્તિભાઈ,હિરેન પટેલ,મીંન્ટેશ પટેલ હાજર રહ્યા હતાં 




વંશ કિર્તીભાઇ પટેલ



ડૉ.નિરવ પટેલ છાંયડો હોસ્પિટલ ખેરગામ 



શ્રી કલ્પેશભાઈ પટેલ ધરમપુર તાલુકા પંચાયત સભ્ય




Post a Comment

0 Comments