કુકણા બોલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા પૂર્વ સરહદના વિસ્તારમાં રહેતા કુકણા જાતિના આદિવાસીઓની બોલી છે.
આ બોલી ગુજરાતી ભાષા કરતાં ઘણી અલગ હોય છે, તેમ છતાં કેટલાક શબ્દો ગુજરાતી ભાષા જેવા હોય છે.
ગુજરાત રાજ્યમાં આ બોલી વલસાડ જિલ્લા, નવસારી જિલ્લા, ડાંગ જિલ્લા, કેન્દ્રશાસિત સંઘપ્રદેશ દાદરા અને નગરહવેલી તેમ જ તાપી જિલ્લામાં રહેતા કુકણા લોકો અંદરોઅંદરના સામાન્ય વહેવારમાં ઉપયોગ કરે છે.[૧] ડાંગ જિલ્લામાં આ બોલીનો ઉપયોગ ૯૫ ટકાથી પણ વધુ લોકો કરતા હોવાથી ડાંગી બોલી પણ કહેવાય છે.
સંદર્ભ : વિકિપીડિયા
0 Comments