આજ રોજ ખેરગામ ગામ વેણ ફળીયાના રેહવાસી
ખુશ્બુબેન રાજેશભાઈ પટેલ
તેઓ ધોરણ ૬ થી ૧૦ એકલવ્ય મોડેલ સ્કૂલ પારડી માં અભ્યાસ કરતા હતા , ત્યાર બાદ ધોરણ ૧૧ થી ૧૨ (કોમર્સ, સામન્ય પ્રવાહ) કપરાડા એકલવ્ય મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરી 93.29 % મેળવી વલસાડ જિલ્લામાં પ્રથમ નંબર આવી ખેરગામ તાલુકા અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે એમને તાલુકાપંચાયતના પ્રમુખ શ્રીમતિ રક્ષાબેન પટેલે મુલાકાત કરી શુભકામના પાઠવી જીવનમાં ખુબ પ્રગતિ કરી સફળતાનાં શિખર સર કરો એવા આશિર્વાદ આપ્યા.
ના ટ્યુશન કે ના કોઈ કોચિંગ ક્લાસ એકલવ્ય મોડેલ સ્કૂલનો છે આ કમાલ 100 % પરીણામ આપતી એકલવ્ય મોડેલ સ્કૂલ
આદિવાસી લોકો માટે આશિર્વાદરૂપ બની છે

0 Comments