બાબુભાઇ પટેલ નેશનલ લેવલે એથ્લેટિક્સ સ્પર્ધામાં ત્રીજા ક્રમે આવ્યા, અને હવે પછી આગામી સમયમાં ઈન્ટરનેશનલ લેવલે ભાગ લેશે.
ખેરગામ તાલુકાના ખેલાડી નેશનલ સ્પર્ધામાં ઝળક્યા. 42મી નેશનલ માસ્ટર એથ્લેટીક્સ સ્પર્ધા ચૈન્નઈ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ મુકામે તા 27 /4/2022 થી1/5/2022 દરમિયાન યોજાઈ હતી.જેમા ખેરગામ તાલુકામાંથી મણીલાલ લલ્લુભાઈ પટેલ તથા નાધઈ વાળી ફળિયાના વતની બાબુભાઈ સામજીભાઈ પટેલે ભાગ લીધો હતો.જેમા બાબુભાઈ 800મી દોડમાં ત્રીજો નંબર મેળવી ગુજરાત નવસારી તથા ખેરગામ તાલુકાનું નામ નેશનલ કક્ષાએ ગુંજતું કર્યું હતું.હવે પછી તેઓ ઈન્ટરનેશનલ લેવલે રમવા માટે જશે.





0 Comments