તારીખ :27/04/2022ના રોજ ખેરગામ સરસીયા ફળિયા માં જે શૈલેષભાઈ ચીમનભાઈ પટેલ નું ઘર સળગી ગયું તેમજ ઘર ની તમામ ચીજ વસ્તુ બળીને રાખ થઈ ગઈ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના બની કહેવાય !! આ દુઃખદ ઘટનામાં શૈલેષભાઈ અને એમના પરિવાજનો સાથે સહભાગી થઈ આપણા જ સમાજ ના આગેવાન એવા ખેરગામ "ચિતુબા છાયડો હોસ્પિટલ" ના ડૉ નીરવભાઈ, ડૉ દિવ્યાંગી બેન, આશિષભાઈ,કિર્તીભાઇ, માજી સૈનિક મુકેશભાઈ,તેમજ આસુતોષભાઈ સુક્લા,અને એમના સાથીમિત્રો તમામ એક પોતાની માણસાઈ સમજી આ પરિવારને હાલના અમુક દિવસો ચાલી જાય તેટલું કરિયાણું અનાજ, તેમજ પહેરવા માટે કપડાંની મદદ કરી ખરેખર એક સેવાભાવી, કરુણામય અને નિષ્ઠાવાન વ્યક્તિ હોવાનું કાર્ય કર્યું છે.
ખરેખર લોકો નું દુઃખ જોઈને પોતાની રીતે થતી મદદ માટે હંમેશા આગળ રહેતા એવા મહાનુભવો ને હું દિલથી આભાર વ્યક્ત કરું છું..🙏🏻💐💐*
જય આદિવાસી🏹🏹
જય જોહાર..🏹

0 Comments