આશિષ પટેલ સમાજનું એ કામ કરી રહ્યા છે. જે કદાચ મારા તમારા માટે કરવું મુશ્કેલ ગણાય. તેઓ જીઇબી વિજિલન્સમાં ફરજ બજાવે છે. અને યુનિયનમાં સર્કલ સેક્રેટરીનાં હોદ્દા પર સેવા આપે છે. એટલે એમને ગુજરાતના કોઈ પણ ખુણામાં જવું પડે છે. જેથી વાહન એલાઉન્સ મળે છે. એ એલાઉન્સની તમામ રકમ દર માસે કોઈ ને કોઈ રીતે સમાજનાં કાર્યમાં વાપરે છે. અથવા તો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય કરતાં હોય છે. આજે તેઓ તેમના મિત્રમંડળમાં ગ્રુપ દ્વારા કોઈ ને કોઈ રીતે સમાજસેવાના કાર્ય કરતા હોય છે. કોરોના કાળ દરમ્યાન પણ તેમના ગ્રુપ દ્વારા તમામ હોસ્પિટલોમાં ટિફિન સેવાનું ભગીરથ કાર્ય પાર પાડ્યું હતું. તેમનાં આ કાર્યની સોડમ ચારેબાજુ ફેલાઈ ચૂકી હતી તેથી દાનનો ધોધ વહેવા લગ્યો હતો.પરંતુ જેટલી જરૂરિયાત હોય તેટલું જ દાન લઈ કોરોના પૂર્ણતા આરે સુધી ચલાવ્યું હતું. ત્યાર બાદ તેમના ગ્રુપ થકી જીઇબીના નોકરી વાંચ્છુકો માટે ક્લાસિસ વર્ગો, પોલીસ ભરતીના વર્ગો, જનરલ ભરતીના વર્ગો, એલઆરડી નાં વર્ગો ચલાવે છે.તેમજ તેમની ફિઝિકલ તાલીમ માટે પરીક્ષાના સમય સુધી મીલીટરીનાં નિવૃત્ત કર્મચારીઓની મદદ લઈ તાલીમ આયોજન કરે છે.આપણને જાણીને નવાઈ લાગશે પણ, જે કલાસિસમાં જોડાઈ છે, તેમાં અમુક તાલીમાર્થીઓ પેન,નોટબુક જેવી કલાસિસ માટે પ્રાથમિક જરૂરિયાત વસ્તુઓ સુધ્ધા લાવતાં નથી. તેમને ક્લાસિસ તરફથી આપવામાં આવે છે.
નવસારી, વલસાડ જેવા વિસ્તારમાં બહારથી પરીક્ષા આપવા માટે આવતા પરીક્ષાર્થીઓ માટે રહેવા, જમવા અને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા તેમના ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.
એ સિવાય પણ સમાજમાં જનજાગૃતિના કાર્યક્રમો યોજતા હોય છે. દર વર્ષે તેમની આગેવાની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ગામ,ફળિયા, કે આજુબાજુ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિનું અકસ્માત થાય તો સૌ પ્રથમ તેમને જાણ થતાં હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડી દેવા માટે વ્યવસ્થા કરે છે. ઘણા એવા પરિવારો હોય જે નાણાંની તકલીફમાં હોય તેવા દર્દી માટે તેમના ખિસ્સા ખુલ્લા હોય છે. મારી જાણ મુજબ જ્યારે પણ અક્સ્માત સમયે હોસ્પિટલમાં જાય છે.ત્યારે તેમના પિતાના આ શબ્દો હોય જ છે. "આશુ પૈસા લીધા છે કે ? અને વધારે જ સાથે લઈ જજે " એવું જરૂર યાદ કરાવતા હોય છે. પરંતુ તેમણ
પહેલેથી જ વ્યવસ્થા કરી લીધી હોય છે.તેમનાં માતાપિતા પણ સેવાના યજ્ઞમાં તન,મન અને ધનથી પૂરેપૂરો સાથ સહકાર આપે છે. અકસ્માતના કિસ્સામાં તેઓ મોટી રકમની વ્યવસ્થા કરીને જાય છે. જ્યારે આપણાં જેવાને એ સમયે એ વિચાર આવે કે એ પૈસા પાછા ક્યારે મળશે કે આપશે ? પરંતુ તેમના માટે એ વ્યક્તિનો જીવ કેવી રીતે બચાવી શકાય તેવા તેમનાં પ્રયત્ન હોય છે. તેમનાં કરેલા કાર્યોની તમને એમના મુખે પોતાના વખાણના સ્વરૂપમાં કદાપિ સાંભળી નહીં હોય અને પોતાના સેવાનો પ્રચાર કદાપિ કરતા નથી.
ઘણા સમય પહેલાં એક વાર એવું બન્યું કે એક મિત્રને શહેરમાં ૩૦૦૦૦ હજારથી વધુ રકમની જરૂર પડી એમનાં ખીસામાં રકમ ઓછી હતી.તરત તેમને જરા પણ વિચાર્યા વગર તે જ ઘડીએ સોનાની ચેન ગીરવી મૂકી નાણાંની વ્યવસ્થા કરી આપી હતી. એ સિવાય પણ મૃત્યુ પામેલ વીજ કર્મચારીના પરિવાર માટે અવારનવાર મદદ રૂપ થતાં હોય છે. વીજ કંપનીમાં ફરજ બજાવતાં મૃત્યુ થયેલ કર્મચારીની વિધવાઓ માટે નોકરી માટે દરખાસ્ત કરી તેમને નોકરી નજીકના સ્થળે મળે તેવા તેમના પ્રયત્ન કરે છે.
તેમનો સ્વભાવની વાત કરીએ તો તેમના સંપર્કમા આવનાર કોઈ પણ વ્યક્તિ તેમનાં મિત્ર બની જાય છે. તેમનું દિલ પણ સુકોમળ છે. બીજાનું દુખ જોઈને તેમની આંખ તરત છલકાય જાય છે. સાથે સાથે સ્પષ્ટ વક્તા પણ છે.અન્યાય સામે રોકડું પરખાવી પણ દે છે. DGVCL કંપનીના સહકર્મીઓમાં પણ તેમની અલગ ઓળખ ઊભી કરી છે. તેઓ જે વિસ્તારમાં જાય ત્યારે સૌ પ્રથમ તેઓ દરેક વ્યક્તિની મુલાકાત કરી તેમનાં દિલ જીતી લે છે. અવારનવાર તેમનાં સંપર્કમા રહે છે. દુખ દુઃખના સમાચારની આપલે કરે છે. જાણીતી હોય કે અજાણી ! તેઓ દરેક વ્યક્તિને મુશ્કેલીના સમયે મદદરુપ થતાં હોય છે. દરેક વિસ્તારમાં તેમના સેવા કર્મીઓ વિસ્તરેલા છે. જેઓ મુશ્કેલી સમયે જે તે સમય સ્થળ પ્રમાણે મદદરૂપ થતાં હોય છે.
----------------------- જય જોહાર----------------
0 Comments