આજે તારીખ 14 એપ્રિલ 2022 ના દિવસે ખેરગામ અને પીઠા ગામે બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.

 આજે તારીખ 14 એપ્રિલ 2022 ના દિવસે બાબાસાહેબ આંબેડકરની 131 મી જન્મજયંતિ સમારોહ ના અવસર પર પીઠા ગામ આર આર પટેલના ઘરેથી ખેરગામ આંબેડકરની પ્રતિમા સુધી રેલીનું આયોજન કરી ઉજવવામાં આવ્યુ.
જેમા ઉપસ્થિત બામસેફના રાષ્ટ્રીય અધ્યક્ષ આર આર પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ ખાંભડા રૂઢિગ્રામના મુખી રમેશમાઇ પટેલ, ડો. નિરવભાઈ પટેલ,હંસાબેન આર પટેલ(મહિલા કાર્યકર), વિભાબેન ખેરગામ, જયેશભાઇ(LIC), રૂઢિગ્રામ સભાના અધ્યક્ષ ઉમેશભાઈ પટેલ,ઉપાધ્યક્ષ મિન્ટેશભાઇ પટેલ, દલપતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા. 
કાર્યક્રમના આયોજક કીર્તીભાઇ પટેલ વેણફળિયા, સાર્ગેશ પટેલ, હિરેન એ પટેલ પીઠા સામાજિક કાર્યકર, વિષ્ણુભાઈ ધીરુભાઈ પટેલ સામાજિક કાર્યકર પટેલ ફળિયા તથા એમના સાથીદારો દ્વારા ઉપસ્થિત તમામ લોકોનો આભાર માનવામાં આવ્યો.

Post a Comment

0 Comments