જ્ઞાનકિરણ ધોડિયા સમાજના મંડળમાં દરેક વિભાગમાંથી નવા કારોબારી સભ્યોની પસંદગી કરી નિમણૂક કરવામાં આવી.

તા -૨૬-૦૩-૨૦૨૨નાં રોજ જ્ઞાન કિરણ ધોડિયા સમાજના કારોબારી સભ્યોને સમાજના અગ્રણી, બિઝનેસમેન અને નિરજ પેટ્રોલ પંપ પાણીખડકના માલિકશ્રી ગુણવંતભાઈ પટેલ (રહે. રાનકુવા)દ્વારા અત્યાર સુધી ફરજ બજાવી ચૂકેલા તમામ કારોબારી સભ્યોને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.જ્ઞાનકિરણ ધોડિયા સમાજના ફાઉન્ડર શ્રી રાજુભાઈ પટેલ દ્વારા જ્ઞાન કિરણ ભવનના ઇતિહાસ વિશે ઝાંખી કરાવવામાં આવી.આવનારા સમય માટે મંડળનું શું આયોજન હશે ? તેના વિશે કારોબારી સભ્યોની શું ફરજ હશે? સમાજને આગળ લાવવા માટે હું શું કરી શકું ? અથવા શું યોગદાન આપી શકું ?તેના વિશે નવા નિમાયેલા કારોબારી સભ્યોને માહિતગાર કરવામાં આવ્યા.  ત્યારબાદ કમિટિમાં નવા કારોબારી સભ્યોની નિમણુક કરવામાં આવી. જેમાં ખેરગામ વિભાગમાંથી બંધાડ ફળિયાના રહેવાસી શ્રી સંદિપકુમાર જયંતિલાલ પટેલ અને વેણ ફળિયાના વતની શ્રી સુરેશભાઈ બાલુભાઈ પટેલ એમ  ખેરગામ વિસ્તારમાંથી બે  કારોબારી સભ્યોની નિમણુક કરવામાં આવી. પ્રથમ વખત જ્ઞાન કિરણ ધોડિયા સમાજ મંડળના ખજાનચીશ્રી મનહરભાઈ પટેલ દ્વારા ટેલીફોનીક સંદેશા દ્વારા અમોને આ બાબતે જાણ થતાં આ મંડળની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સામાજિક પ્રવત્તિઓથી અમે આકર્ષિત હતા જ એટલે સહર્ષ સ્વીકારી લીધી. આ મંડળમાં જોડતા પહેલાં અમારા માટે આવનારા પડકારો વિશે અવગત કરાવવામાં આવ્યા. "જો સમાજ માટે કંઈ કરવું હોય તો જીવનમાં કદાપિ માનસન્માનની ખેવના કરવી નહિ. ફૂલના સ્વાગત પછી હંમેશા આપણા ભાગે કંટક જ હોય છે. આ બધાની તૈયારી હોય તો જ આ મંડળમાં જોડાવું." આ હતા જ્ઞાનકિરણ ધોડિયા સમાજના પ્રમુખશ્રી રાજુભાઈ પટેલના શબ્દો. અત્યાર સુધી બેંક ઓફ બરોડા ખેરગામ શાખામાંથી નિવૃત થયેલ કર્મચારી શ્રી નટુભાઈ પટેલ ખેરગામ વિભાગમાં કામ કરી ચુક્યા છે.
      વિશેષમાં જ્ઞાનકિરણ ધોડિયા સમાજનાં આ મંડળની કારોબારી સમિતિમાં સ્થાન આપવા બદલ  મંડળના તમામ હોદ્દેદારોનો આભાર માનું છું.

સુરેશ પટેલ
શામળા ફળિયા 
પ્રાથમિક શાળા
ખેરગામ

Post a Comment

0 Comments