આજ રોજ ખેરગામ આદિવાસી યુવક મંડળ તરફથી રેફરલ હોસ્પિટલ ખેરગામ ખાતે કોવિડ-19 ના દર્દીઓને અને ચિંતુબા હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓને ભોજન અને ઠંડા પાણીની બોટલ આપવામાં આવી.
આજે આ મહામારીના સમયમાં આજે માનવતા મારી પરવારી હોય તેવા ક્યાંક ને ક્યાંક વાયરલ સમાચારો વર્તમાન પત્રો,સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલો દ્વારા જાણવા મળે છે. આજે પૈસાનું જ વધારે મહત્વ હોય છે. જે કોરોના મહામારીએ સાબિત કરી આપ્યું છે. નકલી ઈંજેકશનનો વેપાર, દવા અને ઈંજેક્શનોનો કાળાબજાર, હોસ્પિટલોમાં લાખોના પેકેજ, ફાઇવ સ્ટાર હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લેવી ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે મૃત્યુ સમાન ગણાય. કારણ કે લાખોના બીલ ભરપાઈ કરવા માટે જમીન જાયદાદ વેચવી પડે કાં તો ગિરવી મૂકવી પડે છતાં જો દર્દી સારો થાય અથવા સારો ન પણ થાય તો આખરે તો દેવાદાર જ બને છે.
આવી હાલની પરિસ્થિતિમાં કોણ કોને બચાવે જેવા સમયે ક્યાંક ને ક્યાંક માનવતા મહેક પાસરાવતી જોવા મળે છે. ખેરગામ યુવક મંડળની પ્રવૃત્તિઓ આજે સરાહનીય કાર્ય કરી રહી છે. આજે આદિવાસી સમાજમાં પણ ઘણા ધનવાન લોકો પણ છે. પણ શરૂઆત તો કોઈ વિરલ વ્યક્તિઓ દ્વારા જ થતી હોય છે. જેની શરૂઆત તા.08/05/2021થી થઈ ચૂકી છે માટે એને આગળ ધપાવવા મદદ માટે આપણે સૌએ આગળ આવવું પડશે.
વધુમાં, કઈ પણ ન કરો તો કોઈ વાંધો નહીં, પણ આવી પ્રવૃતિમાં જોડાયેલ સેવાભાવી વોરિયર્સનું મનોબળ તો ન તોડીએ ! આ સમય રાજકારણ ખેલવાનો નથી પણ હકારાત્મક ભાવનાથી એકબીજાને મદદરૂપ થવાનો છે. મદદરૂપ થવા માટે આપણે અત્યારે આમંત્રણની રાહ જોયા વગર સેવા યજ્ઞમાં કૂદી પડીએ.
આપણે જ્યાં છે ત્યાં એકબીજાને મદદરૂપ થવા માટે આગળ આવીએ એજ આપણો સાચો ધર્મ છે,.
આ બ્લોગમાં સેવાકીય પ્રવૃત્તિનાં લેખો અને ચિત્રોને જ અગ્રિમતા આપવામાં આવશે.
'આશિકી'ની પહેલ
0 Comments