ડેડીયાપાડાનાં માનનીય ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની એક અનોખી પહેલ : વરરાજાને ભારતીય બંધારણ ભેટ આપ્યું.

 


આદિવાસી સમાજ મા લગ્ન પ્રસંગો મા આમ તો પૈસા તેમજ અન્ય વસ્તુઓની ભેટ ચાંદલા સ્વરૂપે આપવામાં આવતી હોઈ છે પરંતુ ડેડીયાપાડા ના ધારાસભ્યશ્રી ચૈતર વસાવા એ એક ઓનોખી પહેલ કરી છે

આજ રોજ મોસ્કુટ (વડપાડા) ગામે લગ્નપ્રસંગ મા હાજરી આપી જેમા આવનાર યુવા પેઢીને કાયદાકીય રીતે જાગૃત કરવા અને શિક્ષણ ને મહત્વ આપી સમાજ ને એક નવી દિશા તરફ વાળવા ના  પ્રયાસ રૂપે ગામ ના સરપંચ સહીત આગેવાનોની હાજરીમા વરરાજાને ભારતીય બંધારણ ચાંદલામા ભેટ આપી એક અનોખી પહેલ કરી છે આવનારા સમયમા નવ યુવાનો લગ્ન પ્રસંગો અથવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરશે જેમા આવી કાયદાની પુસ્તકો આપવા ની પહેલ કરી એક ધારાસભ્ય સાથે સમાજ ના સામાજિક આગેવાન તરીકે સમાજ ના યુવા/યુવતીઓ વાંચન અભ્યાસ કરી સાચી દિશા તરફ વાળવા નો પ્રયાસ રૂપે ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

Post a Comment

0 Comments