ડૉ. અરવિંદ પટેલ લિખિત પુસ્તક "ધોડિયા સમુદાયનો મુખ્ય દેવ" અને બાબુ સંગાડા લિખિત પુસ્તક "મને ઓળખો હું આદિવાસી છું"નું વિમોચન.
આદિવાસી એકતા પરિષદ આયોજિત ૩૦મું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન (સમીરપુરા, કવાંટ, ગુજરાત) અંતર્ગત આદિવાસી કલા અને જ્ઞાન પરિસંવાદ સત્રમાં તા. ૧૩-૦૧-૨૦૨૩ના રોજ ડૉ. અરવિંદભાઈ પટેલ લિખિત સંશોધનાત્મક પુસ્તક "ધોડિયા સમુદાયનો મુખ્ય દેવ" તથા બાબુ સંગાડા લિખિત "મને ઓળખો હું આદિવાસી છું"નું વિમોચન જુદા જુદા રાજયોમાંથી ઉપસ્થિત સુનિલ ગાયકવાડ, વહારું સોનવણે, કુસુમતાઈ આનમ, ગજરા મહેતા, સુનિલ ચૌહાન ભીલ, ભીમસીંગ મસાલિયા જેવા ખ્યાતનામ સાહિત્યકારોના હસ્તે બંને પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું.
“ધોડિયા સમુદાયનો મુખ્ય દેવ" ડૉ. અરવિંદભાઈ પટેલે દક્ષિણ ગુજરાતના ધોડિયા સમુદાયના મુખ્ય દેવ બરામદેવને કેન્દ્રમાં રાખી, આધારભૂત પુરાવા સાથે દસ્તાવેજીકરણ કર્યું છે, જયારે બાબુ સંગાડાએ "મને ઓળખો હું આદિવાસી છું" આ પુસ્તકમાં આદિવાસી અસલમાં શું છે ? તેની જીવનરીતિ સંસારની બીજી જાતિઓથી કઈ રીતે જુદી છે, તે વાત આધારભૂત આધારો સાથે રજુ કરી છે.
આદિવાસી એકતા પરિષદ આયોજિત ૩૦મું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન (સમીરપુરા, કવાંટ, ગુજરાત) અંતર્ગત આદિવાસી કલા અને જ્ઞાન પરિસંવાદ સત્રના આદરણીય આયોજકો તથા આદરણીય સર્વે સર્જકોનો ખૂબ ખૂબ આભાર. આદિવાસી એકતા પરિષદના તમામ હોદ્દેદાર સાહેબનો હું ઋણી છું.
ડૉ.અરવિંદભાઈ પટેલ





0 Comments