લાચાર વૃદ્ધો, દિવ્યાંગ અને ગરીબોના મસીહા ખજૂરભાઇ (નીતિનભાઈ જાની)

              .








               આ બ્લોગમાં નીતિનભાઈ જાનીના લોકસેવાના કાર્યો જે મારા દિલમાં સ્પર્શી ગયા હોય તેને લોકો સુધી પહોંચાડવું મારું ધ્યેય છે. તેમનાં કાર્યોનું શ્રેય ફકત તેમનાં ફાળે જ જવું જોઈએ. આવુ સરસ સેવા કરનારા સમાજમાં બહુ ઓછાં જોવા મળે છે. આપણાથી કઈ નહિ થાય તો વાંધો નથી, પણ તેમનાં કાર્યોને બિરદાવી તો શકીએ !! જો બિરદાવવા માટે આપણી પાસે શબ્દો ન હોય તો સ્વાર્થી કહેવાઈએ. વૃદ્ધો,ગરીબ, લાચાર, નિ:સહાય અને ઘરવિહોણા પરિવારોની નિસ્વાર્થ સેવા કરનાર ખજૂરભાઈ કોટી કોટી વંદન....

 નીતિનભાઈ જાની(ખજૂરભાઈ)ના લોકસેવાના કાર્યો દિપાવતા વિડિયો આ બ્લોગમાં મૂકવામાં આવેલ છે. 

નીતિનભાઈ જાની ઉર્ફે ખજૂરભાઈનો પરિચય

                  નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ એક લોકપ્રિય ગુજરાતી હાસ્ય કલાકાર, યુ ટ્યુબર અને ટિક ટોક સ્ટાર છે જે બારડોલી, ગુજરાત, ભારતના છે.  નીતિન જાની (ખજુર ભાઈ)ની ઉંમર 33 વર્ષની છે અને તેમનો જન્મ 24મી મે 1986ના રોજ સુરત, ગુજરાત, ભારતમાં થયો હતો.  તે "ખજુર ભાઈ" નામની તેમની યુટ્યુબ ચેનલ પર કોમેડી વીડિયો માટે લોકપ્રિય છે.  નીતિને તેનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન બારડોલીમાંથી પૂર્ણ કર્યું છે અને તેણે પૂના શહેરમાંથી માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી છે અને તેણે એલએલબી, એમસીએ અને એમબીએની ડિગ્રી પૂર્ણ કરી છે.  શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તે આઈટી સેક્ટરની કંપનીમાં નોકરી કરી રહ્યો છે.  તે IT જોબમાં 70 હજાર પગાર મેળવતો હતો અને તેને આંતરિક સંતોષ મળતો ન હતો.  તે તેના માતા-પિતા સાથે ચર્ચા કરે છે અને વાત કરે છે કે મને આઈટી ક્ષેત્રમાં રસ નથી અને હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માંગતો હતો.  અને તેણે 70 હજાર પગારની નોકરી છોડી દેવાનો નિર્ણય કર્યો અને વર્ષ 2012 માં ફિલ્મ ઉદ્યોગમાં પોતાનો સંઘર્ષ શરૂ કર્યો.

               નીતિન જાની તેમના ભાઈ તરુણ જાની સાથે કામ કરી રહ્યા છે અને તેમની પાસે જાની બ્રધર્સ ફિલ્મ પ્રોડક્શન નામનું પ્રોડક્શન છે.  તેઓએ ઘણી બધી ફિલ્મો અને શોનું દિગ્દર્શન, નિર્માણ અને લેખન કર્યું છે.  નીતિન અને તરુણ છેલ્લા 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યા છે.  તેઓએ તાજેતરમાં આવુજ રેશે નામની એક ગુજરાતી ફિલ્મ બનાવી છે જેણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સારો દેખાવ કર્યો છે.  નીતિન જાનીએ "જીગલી અને ખજુર", "ખજુર ભાઈ", "જીગલી અને ખજુર VLOG", અને "ખજુર ભાઈ ની મોજ" નામની પોતાની YouTube ચેનલ શરૂ કરી.  તે સોશિયલ મીડિયા પ્રભાવક છે અને સોશિયલ મીડિયા પર તેની મોટી ફેન ફોલોઈંગ છે.  તેની યુટ્યુબ ચેનલ ખજુરભાઈ પર તેના 1.16 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.  ટિક ટોક પર તેના 1.8 મિલિયન ફોલોઅર્સ પણ છે.  તે Instagram પર પણ ખૂબ જ લોકપ્રિય છે અને તેના Instagram પર 130 K ફોલોઅર્સ છે (એપ્રિલ 2020 માં).

            
                નીતિનભાઈ જાની (ખજૂર)ની સેવાની આજે દેશભરમાં ચર્ચા થઈ રહી છે.  ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય પરંતુ તેમની ગરીબ પ્રત્યેની તેમની સેવા અજોડ છે. YouTube નાં comedy વીડિયોથી પ્રખ્યાત થયેલ તેમની ટીમ આજે સેવા દીપ થકી અજવાળું ફેલાવી રહી છે. આજે તેઓ અપંગ,વૃદ્ધ, ગરીબ, જે કોઈ  શારીરિક ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓને મદદ માટે તેઓ હમેશાં આગળ હોય છે.

આજે સમાજમાં પોતાનું સંતાન પોતાના માબાપની કાળજી  ન રાખી શકે તે  વૃદ્ધોની કાળજી કામ ખજૂરભાઈ કરી રહ્યા છે. જે સન્માનીય છે. પ્રભુ એમને સેવાકાર્યને આગળ વધારવા બળ પૂરું પાડે. 

અત્યાર સુધી બનાવ્યા 200થી વધુ ઘર
લોકોની નિઃસ્વાર્થ મદદ અને સખત મહેનતના કારણે આજે નીતિન જાની આજે ગુજરાતમાં ખૂબ મોટુ નામ બની ગયા છે. કોમેડી વીડિયો દ્વારા પોતાના કરિયરની શરૂઆત કરનાર ખજૂરભાઈએ છેલ્લા થોડા સમયથી હજારો લોકોની મદદ કરી છે અને તૌકતે વાવાઝોડુ જ્યારે ગુજરાત પર ત્રાટક્યુ હતું તેમાં ઘર ગુમાવનાર લોકોને મદદ કરવા માટે અત્યાર સુધી તેમણે લગભગ 200 જેટલા ઘર બનાવ્યા છે. 


















Video courtesy: khajurbhai vlog

Suresh Patel
Shamala faliya primary school khergam 

Post a Comment

0 Comments