Froud message on WhatsApp

 


Froud WhatsApp message 

Search on Truecaller 

Froud Send message number 


છેલ્લા ૩-૪ મહિનામાં મને આ લગભગ ૪થો મેસેજ મ્યો છે. જે નંબર ઉપરથી મેસેજ મળ્યો છે ત્યાં Banglore, Karnataka, bihar, utter Pradesh એવું સ્પષ્ટ લોકેશન બતાવ્યું છે જો આપણને મળતા મેસેજની થોડીક ડીટેલ જોઈએ તો આવા મેસેજ ફ્રોડ છે તે સ્પષ્ટ થતાં વાર ન લાગે, બીજું બૅંગ્લોરવાળા ગુજરાતના વિદ્યુત ગ્રાહકોને શું કામ જાણ કરે અને તે પણ રાત્રે ૯.૩૦ વાગ્યે? ત્રીજું ભારતદેશમાં કદાચ વીજ પુરવઠો ગ્રાહકોને અલગ અલગ વ્યક્તિત્વ જોડાણથી પુરો નથી પાડવામાં આવતો જેથી પાવર સ્ટેશન ઉપરથી સપ્લાયની સ્વીચ બંધ કરવામાં આવે એટલે ચોક્કસ ગ્રાહકનો વીજ પુરવઠો ચાલુ કે બંધ થાય. આપણે ત્યાં સામાન્ય રીતે જે ગ્રાહકનું વીજબીલ બાકી હોય ત્યાં જઈને પહેલાં તો બીલ ભરવા જાણ કરે છે તેમ છતાં ન ભરાય તો મીટરનુ જોડાણ કાપી નાખવામાં આવે છે. આ બધી પ્રક્રિયા મેન્યુઅલી થાય છે. આ ઉપરાંત વીજ કંપનીઓ પાસે બધા ગ્રાહકોના મોબાઇલ નંબર પણ નથી હોતા. આ સિવાય પણ જે તે વીજ કંપનીઓની પોતાની મેસેજીંગ સિસ્ટમ હોય છે જ્યાં મેસેજ નંબર ઉપરથી નહીં પણ કંપનીના નામ ઉપરથી આવે છે. 

     થોડાક સમય પહેલાં સુરત અને બીજા વિસ્તારોમાં આવા ફ્રોડ મેસેજનો શિકાર બનેલા ગ્રાહકોનો ખાસ્સો હોબાળો મચ્યો હતો પણ આવા મેસેજ આવે તો તે બાબતે જે તે વીજ કંપની કે બેન્કનો સંપર્ક કરીને ચકાસણી કરી લેવી જોઈએ. આ ઉપરાંત દરેક બેન્ક અને રીઝર્વ બેન્ક, પોલીસ, સાઈબર ક્રાઇમ જેવી નાગરિક સેવાઓ પુરી પાડતી સરકારી એજન્સીઓ દ્વારા કોઈની સાથે પણ ITP શૅર ન કરવાની ચેતવણી આપે જ છે તેના તરફ ધ્યાન આપીને આવા ફ્રોડથી બચી શકાય છે. 

    દિવાળીના તહેવારો દરમિયાન આવા અનેક પ્રકારના મેસેજ અને ઈ-મેલ આવશે અને કેટલાય લોકો આવી ઓનલાઇન છેતરપીંડીનો ભોગ બનશે તેનાથી બચવા માટે

(૧) અજાણ્યા ફોનને બધુ મહત્વ ન આપો, મિસ્ડકોલ ઉપર કૉલ ન કરો. જો સાચી વ્યક્તિ હશે તો તે ફરી કૉલ કરશે જ. (૨) એસએમએસ કે ઈમેલથી મળેલ કોઈપણ લિંક ઉપર ક્લિક ન કરો. (૩) વીજ અકંપની કે અન્ય સર્વિસ પ્રોવાઈડર ના નામે મેસેજ મળે તો તેમની પાસેથી સત્યની ચકાસણી કરો તમારા સર્વિસ પ્રોવાઈડરના અધિકૃત હેલ્પલાઇન નંબર તમારા મોબાઈલમાં સેવ કરી રાખો (૪) ગુગલ ઉપર સર્વિસ પ્રોવાઈડર કે બેન્ક, ક્રેડિટ કાર્ડ માટે હેલ્પલાઇન નંબર ન શોધો (૫) કોઈપણ વ્યક્તિને તમારા ક્રેડિટ/ડેબિટ કાર્ડનો પીન નંબર કે cvv નંબર ક્યારેય ન આપો. (૬) ઘણા લોકો પોતાના ક્રેડિટ/ડેબિટ કાર્ડ ઉપર પીન નંબર લખી રાખે છે તે ખૂબ જ જોખમી બાબત છે અને તમારા બેન્ક ખાતાની બધી રકમ ખાલી થઈ શકે છે..(૭) તમારી બેન્કની ડીટેઈલ્સ તમારા મોબાઈલમાં સેવ ક્યારેય ન કરો. (૮) ઓનલાઇન બેંકીંગ ના user name, passwords, profile password, otp વગેરે માહિતી કોઈની પણ સાથે શૅર ન કરો. (૯) અને છેલ્લે જો આવી બાબતોમાં તમને ખબર ન પડે તો એવી સેવાઓ(ઓનલાઇન બેંકીંગ વગેરે) ન લેવી તમારા હિતમાં છે.  બેન્કમાં જઈને ચેક કે વિડ્રોઅલ ફોર્મથી જ નાણાં ઉપાડો. હા, એટીએમથી પૈસા ઉપાડતી વખતે અજાણી વ્યક્તિની મદદ ક્યારેલ ન લો અને જો તમે એટીએમમાં હો ત્યારે તમારી પાછળ કે બાજુમાં કોઈને ઊભા ન રહેવા દેતાં વિવેકથી દૂર ઊભા રહેવા જણાવો જેથી તમારો પીન નંબર કોઈ જુએ નહીં. (૧૧) એટીએમનાં ટ્રાન્ઝેક્શન પૂરૂં થાય પછી જ એટીએમ મશીન છોડો ઉતાવળમાં તમે જોખમ લેશો. 

   તમામ મિત્રોને દિવાળીના તહેવારોમાં સાઈબર ક્રાઇમથી બચવા માટે ઉપયોગી થશે એવી અપેક્ષા સાથે દિવાળીના આજથી શરૂ થતા તહેવારો નિમિત્તે શુભેચ્છાઓ.

Post a Comment

0 Comments