Dgvclનાં સર્કલ સેક્રેટરી અને આદિવાસી યુવા સમાજસેવક શ્રી આશિષ પટેલનો દિવાળી શુભેચ્છા સંદેશ

  


🎊દીવાળી(વળતાં દિવસો) 

દિ= દિવસ અને વાળી=વાળી (ભેટ) આપેલા.🎊

🌱🌾( કુદરતે બક્ષેલાં વર્ષના સારામાં સારા દિવસો એટલે જ દિવાળી)

દિવાળીની સહુ મિત્રો સગા સબંધીઓને શુભેચ્છા સહ પ્રાકૃતિક સંદેશ.

🌊🌬️🌄🌎પ્રકૃતિ છે તો જ આપણું અસ્તિત્વ કાયમ છે.

   🕷️🐜🦬👫સમગ્ર જીવોનાં નિર્વાહ માટે કુદરતે બક્ષેલા ધન ધાન્યથી  ભરપૂર દિવસો માટે પ્રકૃતિને આભાર દર્શન એટલે દિવાળી..

  🌾🌻તમામ ચોમાસું પાકો પકવીને ધાન્યથી ઘરની કોઠીઓ ભરી આપનાર પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય એવા આ અનમોલ દિવસો એટલે દિવાળી...

  🦙🐂🐄આપણું  પશુધન નવા બચ્ચાઓને જન્મ આપે ,દૂધ આપે,ખેડ માટે બળદ આપે એટલે ખેડૂત માટે અને અન્ન,દૂધ ગ્રહણ કરનાર તમામને માટે સારાં દિવસો એટલે દિવાળી.

🌾🌾🌾મનુષ્યો આખા વરસનું અન્ન પકવે, પશુ-પક્ષીઓ,જીવજંતુઓ તમામ જીવસૃષ્ટિ માટે આખા વરસના ખોરાકની વયસ્થા ઉભી થાય એટલે દિવાળી.

🌬️🌪️આખા ચોમાસા દરમિયાન વરસાદ ધરતીને તરબોતળ કરી દે.મીઠા પાણીથી નદી,નાળા, સરોવર, છલોછલ ભરી દે.સમગ્ર જીવસૃષ્ટિને જીવવા માટે પ્રકૃતિ જળ સંચય કરી લે એટલે દિવાળી.

 🌱🌾🌳નાના છોડવા ઉગીને બીજ વેરે.નાના ઝાડ  મોટા થવા પ્રયત્ન કરે.મોટા વૃક્ષો આખા વર્ષ માટે સજીને  તૈયાર થાય એટલે દિવાળી.

🌎પ્રકૃતિએ સમગ્ર જીવસૃષ્ટિનાં નિર્વાહ માટે નિર્માણ કરેલા સારાં દિવસો એટલે દિવાળી..

🎊આપ અને આપના પરિવાર ને આ (અનમોલ દિવસો)દિવાળીની શુભકામના...🌾🍁


 🎊આશિષ પટેલ...પ્રકૃતિ એન્ટર પ્રાઈઝ..

Post a Comment

0 Comments