ચાલું વર્ષ ૨૦૨૨ દરમ્યાન ત્રણ ભાઈઓના આકસ્મિક મૃત્યુથી પરિવાર શોકમગ્ન

  

   





            ખેરગામ તાલુકાના વાવ ગામનાં ( સવિતા ફળિયા ) તા.ખેરગામમાં રહેતા એક જ પરિવારમાં 2022 ના વર્ષમાં એક પછી એક એમ 3 ભાઈઓ  સ્વ. નરેન્દ્રભાઈ પટેલ, સ્વ. દિલીપભાઈ પટેલ અને સ્વ.જયસુખભાઈ પટેલનાં અવસાનથી પરીવાર મુુશ્કેલીમાં મૂકાયો હતો. આ કુટુંબના મુખ્ય આધારસ્તંભ ગણાતા ત્રણેય ભાઈઓના આ ૨૦૨૨ વર્ષના  શરૂઆતથી અત્યાર સુધીમાં નિધન થયા છે. આ દુઃખદ ઘટનાની ડૉ. નિરવભાઈ ( છાંયડો હોસ્પિટલ) ને જાણ થતાં જ આ કુટુંબની મુલાકાતે ગયા હતા. 3 ભાઈઓના મૃત્યુ પછી ઘરમાં વડીલમાં એમના 1 ફોઈ, અપંગ ભાઈ તેમજ એક વિધવા ભાભી અને તેમના 2 નાના બાળકો જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. તેમજ 3 ભાઈઓના બીમારીના ઈલાજ કરાવવા પાછળ આ કુટુંબ બધું ગુમાવી ચૂક્યું છે. ડૉ.નિરવ પટેલે આ પરિવારને 1-2 મહિના ચાલે એટલું કરીયાણુની મદદ કરી છે. હજુ 1 ભાઈ જે અપંગ હોવાના કારણે લાચાર છે. ભાભી મજૂરીકામ કરીને પરિવાર સંભાળે છે. તો આવી પરિસ્થિતિમાં એમના ભાઈને રોજગારી અપાવવા ડૉ. નિરવ પટેલે આશ્વાસન આપ્યું હતું. અગાઉનાં વર્ષોમાં પણ ડૉ. નિરવ પટેલે આ પરિવારના લોકોની કાયમી સારવારની રાહતમા ઘણી મદદ કરેલી એના માટે પરિવારે આભાર માન્યો હતો.

આ પરિવારના મુલાકાત દરમ્યાન જીગ્નેશ પ્રધાન (વેણ ફળિયા વાવ ફાટક) , ડૉ.નિરવ પટેલ (છાંયડો હોસ્પિટલ ખેરગામ), કિર્તી પટેલ ( વેણ ફળિયા) જેવા સ્વૈચ્છિક સેવાભાવી આગેવાનો હાજર રહ્યા હતા. ડૉ.નિરવ પટેલ જેવા સેવાભાવી નિસ્વાર્થ કાર્યકરોને કારણે આજે દુનિયામાં સેવા થતી રહે છે. બાકી તો ,આદિવાસી સમાજમાં ઘણાં ધનવાન લોકો પણ છે. પરંતુ તેમને સમાજ કે સેવાકાર્ય સાથે કાંઈ લાગતુંવળગતું પણ નથી. બસ, કુટુંબના ફાયદા કે સ્વ-કલ્યાણ સિવાય તેમનો કોઈ મતલબ રહેતો નથી. 

 

Post a Comment

0 Comments