આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૧૩૭ તાલીમાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચલાવવામાં મંજૂરી આપવામાં આવી.


             જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે ચીખલી તાલુકાના ૧૩૭ તાલીમાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તાલીમ વર્ગો ચલાવવા માટે ગુજરાત સરકાર આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. 

ધોડિયા સમાજનાં વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સતત ચિંતનશીલ એવા જ્ઞાનકિરણ ધોડિયા સમાજનાં પ્રમુખ શ્રી રાજેન્દ્ર સાહેબ સમાજના ગરીબ બાળકો માટે વ્યાવસાયિક રોજગારી માટે અવારનવાર વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો કે વ્યાવસાયિક તાલીમ વર્ગો ચલાવવા માટે સરકાર પાસે માંગણી મૂકી મંજૂરી મેળવવામાં સફળતા મેળવી છે. અને મેળવતા રહેશે.તેવી તમામ સભ્યોને ખાતરી છે.

 કારોબારી સભ્યને નાતે સાહેબશ્રીને અવારનવાર મળવાનું થાય ત્યારે તેમના મુખેથી હંમેશા સમાજના ગરીબ પરિવારના બાળકોના શિક્ષણ અને રોજગારીની વાત સાંભળવા મળે છે. શ્રી રાજેન્દ્ર સાહેબ જ્ઞાન કિરણ ધોડિયા સમાજ મંડળનો "આત્મા" ગણાય. જો આત્મા જ ન હોય તો ફકત શરીરનું ખોળિયું જ ગણાય. તેમ  મંડળમાં પણ સાહેબની હાજરી ન હોય તો !!! ક્યારેક તેઓ તેમની જવાબદારી બીજા અનુભવી સભ્યોને સોંપવાની કરે ત્યારે બધા સભ્યોનો એક જ સૂર!! જ્યાં સુધી સાહેબનું શરીર સાથ આપશે ત્યાં સુધી સાહેબશ્રી આ હોદ્દાને શોભાવશે.

સાહેબની હાજરી જ તમામ સભ્યોને કામ કરવાનો અનેરો ઉત્સાહ પૂરો પાડે છે. તેમનાં માર્ગદર્શન હેઠળ આજે મંડળની  શૈક્ષણિક, સમાજલક્ષી, રોજગારલક્ષી, જનજાગૃતિનાં કાર્યક્રમો જેવા વિવિધ પ્રકારનાં સમાજોપયોગી કાર્યક્રમો થતાં હોય છે. ગરીબ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને અભ્યાસમાં આર્થિક મુશ્કેલી ન પડે તે માટે  મદદરૂપ થવા શ્રી રાજેન્દ્ર સાહેબ (રાજુ સાહેબ) હંમેશા પ્રયત્નશીલ રહે છે.


Post a Comment

0 Comments