વાડ ગામે પૂર અસરગ્રસ્ત પરિવાર માટે ડૉ.નિરવ પટેલની ટીમ મદદની વ્હારે આવી.



 તારીખ 12_08_2022 નાં રોજ  ખેરગામ તાલુકાના વાડ ગામમાં જ્યાં પુરનાં પાણી 4 ફૂટ જેટલા ભરાય જતા, પરિવાર ભારે મુસીબતમાં મુકાયો હતો. પૂર ઓસર્યા પછી પણ પરિસ્થિતી યથાવત નહિ થતાં, પરિવારે મદદ માટે ખેરગામ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ મિંટેશ પટેલ અને વાડ રૂઢિ ગ્રામ સભાના અઘ્યક્ષ ઉમેશભાઈ અને સ્થાનિક આગેવાન ભૂમિત પટેલ દ્વારા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉ.નિરવ પટેલ  તેમની સેવાભાવી ટીમને જાણ કરી હતી. તે સાથે જ ત્વરિત સ્થળની મુલાકાત લેતા આઝાદીના 75 વર્ષ બાદ પણ 7 પરિવારો રોડ વગર અને ઉનાળામાં દરમ્યાન પાણી લેવા 2 કિલોમીટર ચાલતો જાય છે એવી વાતો જાણવા મળી. પરિવારને આશરે 15-20 દિવસ ચાલે એટલું અનાજ-કરિયાણું, કપડાં અને આર્થિક સહાય કરવામાં આવી. સમાજમાં જયાં જયાં મદદની જરૂર હોય ત્યાં ડૉ.નિરવ પટેલ અને તેમની ટીમ ખડેપગે સેવા માટે અચૂક હાજર જોવા મળે છે. 





Post a Comment

0 Comments