આદિવાસી સમાજમાં દિવાસા તહેવારનું ઘણું મહત્વ હોય છે. આ દિવસે કાપડમાંથી ઢીંગલા અને ઢીંગલી બનાવી તેમનો વિવાહ કરવામાં આવે છે. આ સમયે સ્ત્રીઓ લગ્ન ગીતો ગાય છે. ત્યાર બાદ વાજિંત્રો સાથે વાજતેગાજતે તેને નદીમાં વિદાય આપવામાં આવે છે. આ દિવસે સ્ત્રીપુરુષો,યુવાનો અને યુવતીઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ પરંપરાગત વાજિંત્રો સાથે ઉમંગથી નાચગાનમાં ભાગ લે છે.
આદિવાસી સમાજમાં પાકની રોપણી કાર્ય અથવા વાવેતરનું કાર્ય પૂરું કરી આનંદની લાગણી સ્વરૂપે આ તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે.




0 Comments