ખેરગામ વિજ્ઞાન કોલેજને સહકાર આપવા નમ્ર અપીલ

 મિત્રો,ખેરગામ ખાતે આપણે નવીન વિજ્ઞાન કોલેજની મંજૂરી મેળવી છે. વિજ્ઞાન કૉલેજ ને  દરેક વિષય ને લગત ૬ વ્યાખ્યાતા,૩ લેબ આસિસ્ટન્ટ અને ક્લાર્કની જગ્યા આમ પ્રથમ વર્ષ માટે સંપૂર્ણ મહેકમ મંજૂર થયેલ છે.વીર નર્મદ યુનિવર્સિટી સાથે કૉલેજનું જોડાણની મંજૂરી પણ મળી ગયેલ છે.પ્રવેશની કાર્યવાહી ચાલી રહેલ છે.પણ આપણી ખેરગામ કૉલેજ ને વિદ્યાર્થીઓ નથી મળી રહ્યા એ ખુબજ દુઃખદ બાબત છે .મિત્રો તમારા દીકરા_ દીકરી કે સગાસંભાંધીના દીકરા _દીકરી એ ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ  પાસ કર્યું હોય તો તાત્કાલિક આપણી ખેરગામ વિજ્ઞાન કોલેજમાં પ્રવેશ લેવડાવવા મારી આપણને ખાસ નમ્ર વિનંતી છે 


મિત્રો, મારે તમને એક વિનંતી છે આપણ ને ખુબજ મહેનતે વિજ્ઞાન કોલેજની મંજૂરી મળી છે ,આપણી કૉલેજ નો હક્ક જતો ન રહે તેના માટે પણ તમારે વિજ્ઞાન કોલેજને સહકાર આપવાનો છે.કોલેજની મંજૂરી માટે એકલો દોડી શકું પણ ઘણા બધાં વિદ્યાર્થીઓ ને પ્રવેશ અપાવવા હું દરેક વાલી અને તેમના બાળકોનો  સંપર્ક ના કરી શકું ,જેથી આ વોટ્સ એપ ના માધ્યમથી હું દરેક મિત્રો ને સહકાર આપવા વિનંતી કરું છું ,આ ભગીરથ કામમાં આપણા સહકારની અપેક્ષા રાખું છું 

પ્રવેશ બાબતે કોલેજના પ્રિન્સીપાલ શ્રી ડૉ.સંજયભાઈ પટેલ સાહેબનો સંપર્ક કરવા વિનંતી છે.

ઈશ્વરલાલ બી પટેલ

રૂઝવણી ,તા.ખેરગામ જિલ્લા નવસારી

મો.૯૬૨૪૭૯૯૪૫૧

૭૯૮૪૭૯૫૨૧૨

Post a Comment

0 Comments