ધરમપુર તાલુકાના ભેંસદરા ગામે પામચી ફળીયા આગ હોનારતના વ્હારે ખેરગામનું ડૉક્ટર દંપતિ આગળ આવ્યું.



 જય જોહાર


ધરમપુર તાલુકાના  ભેંસદરા ગામે પામચી ફળીયા ખાતે તા.17/06/2022નાં રોજ અજીતભાઈ રમણભાઈ પટેલનુ ઘર શોર્ટ સર્કિટના કારણે સળગી ગયું હતું, જેમાં  જીવન જરૂરિયાતની તમામ વસ્તુ સળગી ગઈ હતી અને  તેમની  દીકરીઓ (1) ધોરણ -4 (2 ) ધોરણ-8  અને (3)ધોરણ 11 માં અભ્યાસ કરે છે જેમનું તમામ શૈક્ષણિક સાહિત્ય  પણ સળગી ગયું હતું.

જેની જાણ "ચિંતુંબા છાંયડો હોસ્પિટલ ખેરગામ" ના સંચાલક ડૉ.નીરવ પટેલ, ડૉ.દિવ્યાંગી પટેલને થતાં તારીખ :૧૯/૦૬/૨૦૨૨નાં રોજ એમના દ્વારા આશરે 12 હજારથી વધારે કિંમતનુ ઘરનુ સમાન અને વિધાર્થીનીઓ માટે  શૈક્ષણિક સાહિત્ય ખરીદી આપવામાં આવ્યું.

જ્યાં આદિવાસી એકતા પરિષદ પ્રમુખશ્રી કમલેશ પટેલ,આશીષ પટેલ DGVCL સર્કલ સેક્રેટરી,અને પ્રકૃતિ એન્ટરપ્રાઇઝ ઇલેક્ટ્રિક સ્કૂટરના ઓથોરાઈઝડ ડીલર ધરમપુર,સામાજિક કાર્યકર્તાઓ હિરેનભાઈ પીઠા,મિથિલ પટેલ,મીંતેશભાઈ રૂઢિ ગામ સભા વાડ ઉપધ્યાક્ષ,કાર્તિક પટેલ, કીર્તિ પટેલ, કૃણાલ પટેલ,ભૂમિત ભાઈ ટીકુભાઈ પટેલ ભેંસદરા,ગણેશ ભાઈ (છોટા) માંકડમન અને અશોકભાઈ પટેલ દિવા ભેંસદરા, હાજર રહ્યા હતાં.અને જે રીતે મદદ માટે આપણો સમાજ આગળ આવી રહ્યો છે જે આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત છે.

દિવ્યભાસ્કર ન્યૂઝ ૨૦/૦૬/૨૦૨૨




Post a Comment

0 Comments