ખેરગામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા પટાવાળા શ્રી રમણભાઈ પટેલનો જન્મ દિવસ ખેરગામના સરપંચ શ્રીમતિ ઝરણાબેન, તલાટી કમમંત્રીશ્રી પ્રભાતસિંહ અને સભ્યો સાથે મળીને ઉજવવામાં આવ્યો. જ્યારે નાના કર્મચારીઓના આ રીતે જન્મદિવસ ઉજવવાથી તેમને પણ સંસ્થા સાથે પ્રેમ અને લગાવ જળવાયેલો રહે છે. નાના કર્મચારીઓને મોટીવેટ કરવાનું ગ્રામ પંચાયતનું આ એક સરાહનીય કાર્ય છે. 

         શ્રી રમણભાઈ ખેરગામ ગામનાં તમામ લોકોના જમીનનાં બ્લોક નંબર/ સર્વે નંબર સહિતની ગુગલની  માફક યાદશક્તિ ધરાવે છે.

 💐💐રમણકાકાને જન્મદિવસની શુભકામનાઓ 🙏 🙏 🎂