ડૉ. રાજેન્દ્ર ભારૂડ IASકલેક્ટર, નંદુરબાર (મહારાષ્ટ્ર)

શેરડીના પાનથી બનાવેલી નાની ઝૂંપડીમાં મહારાષ્ટ્રના ખાનદેશના ધૂળે જિલ્લામાં એક ગરીબ આદિવાસી ભીલ પરિવારના દશેક સભ્યો રહે. એ જ પરિવારની એક સ્ત્રી કે જે ગર્ભવતી હતી અને તેનો પતિ મૃત્યુ પામ્યો.* *પરિવારજનોએ તે સ્ત્રીને ખૂબ સમજાવી કે એક છોકરો અને એક છોકરી તો છે... ત્રીજા સંતાનની શું જરૂર છે..? શું ખવડાવીશ એને..?

*છતાં કુટુંબીજનોની આવી સલાહ અને આગ્રહને અવગણીને પણ પેલી ગરીબ, મજબૂત, લાચાર, અજ્ઞાની, અંધશ્રધ્ધાળુ અને બેરોજગાર સ્ત્રીએ ઉત્તરાયણ પર્વના સાત દિવસ પહેલા ત્રીજા બાળકને જન્મ આપ્યો અને એ બાળક મોટો થઈ કલેક્ટર બન્યો.* *ડૉ.રાજેન્દ્ર ભારૂડ એનું નામ.

ડો. રાજેન્દ્ર લખે છે કે, "હું ગર્ભમાં હતો ત્યારે જ મારા પિતાજીનું અવસાન થયેલું. પિતાનો ફોટો જોવા પણ ન પામ્યો. કારણ કે ફોટા માટે પૈસા જ નહોતા. બે ટંક પૂરું ખાવાના પણ પૈસા હતા. મારી માતા કમલાબેન આખો દિવસ મજૂરીએ જતી ત્યારે તેને માંડ 10 રૂપિયા મજૂરી મળતી. જેથી પરિવારના લોકોનું ભરણપોષણ કરવા માતાએ પારંપરિક એવો દારૂ વેચવાનો ધંધો શરૂ કર્યો. હું ત્યારે બે-ત્રણ વર્ષનો હતો. ભૂખ લાગે તો રડતો. મારા રડવાના અવાજને કારણે દારૂ પીવા આવનાર લોકોની મજા બગડતી. તેથી અમૂક લોકો મને રડતો બંધ કરવા મારા મોઢામાં દારૂના બે-ચાર ટીપાં નાખી દેતા. જેથી હું નશામાં ભૂખ્યો સુઈ રહેતો. દાદી પણ દુધના બદલે બે ચમચી દારૂ જ પીવડાવી દેતી. ધીરે ધીરે મને દારૂની ટેવ પડી ગઈ. શરદી-ઉધરસ થાય તો પણ દવાને બદલે દારૂ જ પીવડાવતા...
 
ધીમેધીમે હું મોટો થયો અને દારૂથી દૂર થયો. ભણવામાં પહેલેથી જ હોંશિયાર, એટલે ધોરણ-10માં 95% અને ધોરણ-12માં 90% આવ્યા, જેથી મને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું. કારણ કે મેડિકલની પ્રવેશ પરીક્ષામાં 200માંથી 194 માર્ક મળ્યા.  ઓપન મેરિટમાં મુંબઈની જી.એસ.મેડિકલ કોલેજમાં એડમિશન મળ્યા બાદ પણ મારે સતત સારા માર્ક આવ્યા. 2011માં મેડિકલ કોલેજમાં બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ મળ્યો. એ જ વર્ષે UPSC નું ફોર્મ ભર્યું અને 2012માં હું UPSC પાસ કરી IAS થયો.

આમ,દારૂ પીવા આવતા લોકો બાઇટિંગ માટે જે પૈસા આપતા, તેમાંથી વધેલા પૈસાના પુસ્તકો ખરીદી હું ભણ્યો અને કલેક્ટર બન્યો...

અમારે ત્યાં દારૂ પીવા આવનાર એક ગ્રાહકે મને વાંચતો જોઈ કહ્યું પણ ખરું કે ભણ્યા શું કરે છે..? કંઈક કામ-ધંધો કરને. ભણીને શું ડૉક્ટર, કલેક્ટર બનવું છે...? એ સજ્જને મારી માતાને કહ્યું કે તારો છોકરો તારી જેમ દારૂ જ વેચશે. ભીલનો છોકરો ભીલ જ રહેશે. ત્યારે મારી માતાએ સંકલ્પ કરેલો કે મારો છોકરો ભણી-ગણી ડૉક્ટર કે કલેક્ટર જ બનશે. અને હું અમારા જિલ્લાના ઇતિહાસમાં ભીલ સમાજનો પહેલો આદિવાસી કલેક્ટર બન્યો."

ડૉ. રાજેન્દ્ર ભારૂડ IAS
કલેક્ટર, નંદુરબાર (મહારાષ્ટ્ર)

મિત્રો, વાત ફક્ત આટલી જ છે કે દ્રઢ ઈચ્છા શક્તિથી તમે ધારો તે પરિણામ પ્રાપ્ત કરી શકો છો. અભાવો વચ્ચે ઉછરેલા લોકો જ સંઘર્ષ કરી આગળ આવે છે અને કશુંક નવું અને નક્કર પરિણામ લઈ આવે છે.

ડૉ. રાજેન્દ્ર પછી તો નંદુરબાર જિલ્લાના કલેક્ટર બન્યા અને તેમણે એ આદિવાસી વિસ્તારની સકલ ફેરવી નાખી અને પાંચ જ મહિનામાં નંદુરબાર જિલ્લાને મહારાષ્ટ્રના ટોપ પાંચ જિલ્લામાં લાવી દીધો.

ધન્ય છે એ માતાને કે જેણે અભાવો વચ્ચે પણ આવા વિરલાને જન્મ આપ્યો અને ભણાવી-ગણાવી મોટો કર્યો. અને ધન્ય છે એ પ્રભાવશાળી પુત્રને કે જેણે માતાનું સપનું સાકાર કરી બતાવ્યું અને અભાવો વચ્ચે પણ આભને કેવી રીતે આંબી શકાય તેની મિસાલ કાયમ કરી.
વોટ્સ એપ વાયરલ

Post a Comment

0 Comments