જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નવસારી આયોજીત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારીના સહયોગથી ચીખલી-ખેરગામ તાલુકા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન વિદ્યાકુંજ સમરોલી પ્રા. શાળા સવારે 09.30 કલાકે અને 13.00 કલાકે જ્ઞાનકિરણ સમાજભવન સુરખાઈ ખાતે કરવામાં આવ્યું. જેમાં જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ દર્શનાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ગાવિંત, જીલ્લા પંચાયત સભ્ય નિકુંજભાઈ પટેલ સમરોલી ગામના સરપંચશ્રી શીલાબેન તલાવિયા, જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એમ. ચૌધરી સાહેબ, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નવીનભાઈ પટેલ, ખેરગામ - ચીખલીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, મહામંત્રી હેમંતસિંહ ચૌહાણ, ઉપપ્રમુખશ્રી ચંદ્રેશભાઈ પટેલ, ઘટક સંઘ ચીખલીના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ સાથે તમામ હોદ્દેદારો, ઘટક સંઘ ખેરગામના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ ચૌહાણ સાથે તમામ હોદ્દેદારો, નવસારી ઘટક સંઘના પ્રમુખશ્રી રાજેશભાઈ ચૌધરી, શાળા આચાર્ય શ્રી, તેમજ શિક્ષકોની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સમરોલી ખાતે 28 બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું. આ તબક્કે સુભાષભાઈ પટેલ 78 વખત, દિવ્યેશભાઈ ચૌહાણ 28વખત અને યતીનભાઈ 21 વખત સૌથી વધુ રકતદાન કરનાર પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જીલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ અને તાલુકા પંચાયત પ્રમુખએ સંઘની આ પ્રવૃતીની બિરદાવી હતી.
બીજા સેશનમાં જ્ઞાનકિરણ ધોડિયા સમાજભવન સુરખાઈ ખાતે બપોરે જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળના પ્રમુખશ્રી રાજુભાઈ પટેલે સમાજને પ્રેરણારૂપ કાર્ય કરનાર સૌ શિક્ષકોને અભિનંદન આપ્યા. જિલ્લા શિક્ષક સંઘના આહવાન થકી જ્ઞાનકિરણ ધોડિયા સમાજભવન સુરખાઈ 65 બોટલ રક્ત એકત્રીત કરવામાં આવ્યું. કેમ્પને સફળ બનાવવા બદલ ઘટક સંઘના પ્રમુખશ્રી ઘટક સંઘ સમગ્ર ટીમ, સી.આર.સી., બી.આર.સી. અને સૌ શિક્ષકો એ ભારે જહેમત ઉઠાવી કુલ 93 બોટલ રક્ત એકત્ર કરવા બદલ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે આભાર વ્યક્ત કર્યો.
0 Comments