સેવાભાવી દાનવીર અને પછાત વર્ગનાં શુભચિંતક

 સેવાભાવી દાનવીર "ડૉ. નિરવ પટેલ"



 


   

ધરમપુર તાલુકાના આવધા ગામ ની એક વોટ્સએપ પર અશોકભાઇ દ્વારા પોસ્ટ મુકવામાં આવી હતી.

આવધા ગામે તોકતે વાવાઝોડામાં એક આદિવાસી સમાજની નિઃસહાય  મહિલાબેનના ઘર ના પતરા ઉડી ગયા હતા જે જોઈને આજરોજ તા.02/06/2021 ના દીને ખેરગામ તાલુકાના ચિંતુંબા હોસ્પિટલ ના જે હરહંમેશ આદિવાસી સમાજ સેવામાં જોડાયેલા હોઈ છે એવા ડો.નિરવભાઈ દ્વારા તાત્કાલિક પતરાં ની સગવડ કરી અને રૂબરૂ આવીને પતરાં પહોંચાડ્યા હતા.સમાજ માટે ઘટતું કરવા માટે હર હમેશ તૈયાર રહેતા ડો.નિરવભાઈ(ચિંતુંબા હોસ્પિટલ ખેરગામ) કોઈ ને કોઈ રીતે સમાજની સેવા માટે પોતાનું યોગદાન આપતા જ રહે છે. કોવિડ-19નાં કપરાં કાળમાં પણ રાતદિવસ ખડેપગે સેવા આપી છે.

    હોસ્પિટલના બિલ બાબતમાં પણ જરૂરિયાતમંદોને ઘણી રાહત આપી છે. જાણીને તમને નવાઈ લાગશે પણ ઘણા દર્દીઓ સારા થઈ ગયા હોવા છતાં બીલ બનાવવાના બાકી છે, બાકી મોટેભાગે દર્દીને discharge કરતી વખતે પહેલાં બીલ ભર્યા પછી જ રજા અપાતી હોય છે. પરંતુ નિરવ સાહેબનાં જીવનમાં "માનવસેવા એજ પ્રભુ સેવા" નો મંત્ર વણાઈ ગયો હોય એવું સ્પષ્પણે દેખાય આવે.

     કોવિડ-19 પહેલી લહેર વખતે પણ પછાત વિસ્તારોમાં એમના મિત્રમંડળ ગ્રુપ સાથે મળી જરૂરિયાતમંદોને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

દાન કરવાની બાબતમાં પણ છૂટા હાથે દાન કરવામાં સૌથી આગળ જ હોય છે. છતાં પણ એમનાં મોંએ કદી પોતાના વખાણ કરતા સાંભળ્યા નથી. બાકી, લોકો તો ફોટા પડવવા માટે કેવા કેવા નુસખા શોધતાં હોય છે?  

 એમના જીવનમાં સદાય સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય નીરોગીમય રહે એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

🙏જય જોહાર🙏






Post a Comment

0 Comments